કેજીએફ ચેપ્ટર ૨ ટીઝર: કર્ણાટક સ્ટેટ એન્ટી-ટોબેકો સેલે સ્મોકિંગ સીન માટે આપી નોટિસ

  • યશને મશીન ગનના બેરલથી સિગારેટ સળગાવવી પડી મોંઘી

 

એક્ટર યશની અપકિંમગ ફિલ્મ ’કેજીએફ ચેપ્ટર ૨’ના ટીઝરને યૂ ટ્યૂબ પર હજુ સુધી ૧૪૭ મીલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ ટીઝર યશના બર્થ ડેના એક દિવસ પહેલા ૭ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે યશને ફિલ્મનું ટીઝર તમામ સોશિયલ મીડિયા પરથી હટાવવું પડી શકે છે. કારણ કે ફિલ્મના ટીઝરમાં યશનો એક સ્મોકિંગ સીન બતાવવામાં આવ્યો છે.

જેને લઈ કર્ણાટક સ્ટેટ એન્ટી ટોબેકો સેલે ફિલ્મના એક્ટર યશ, ડિરેક્ટર પ્રશાંત નીલ અને પ્રોડ્યુસર વિજય કિરગંદૂરને નોટિસ આપી છે. રિપોર્ટ પ્રમાણે, એન્ટી ટોબેકો સેલે નોટિસ મોકલી છે કારણ કે ફિલ્મના ટીઝરમાં બતાવેલા સ્મોકિંગ સીનમાં એન્ટી સ્મોકિંગ વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યું નથી. ટીઝરમાં યશને એક સીનમાં મશીન ગનના બેરલથી સિગારેટ સળગાવતા દેખાડવામાં આવ્યું છે.