કેટરિના કૈફના બેબી બમ્પને વિકી કૌશલે છુપાવતો ફોટો વાયરલ

કેટરિના કૈફ અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસની ઘણી તસવીર વાઈરલ થઈ છે. આ ફોટોઝને જોતા એવું લાગી રહૃાું છે કે તે કંઈ છુપાવી રહી છે. હવે કેટરિના કૈફનો સાથે આપી રહૃાો છે તેનો પતિ વિકી કૌશલ. તાજેતરમાં એક્ટરે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પત્ની કેટરિનાની સાથે જોવા મળી રહૃાો છે. આ ફોટોમાં તે કેટરિનાનો બેબી બમ્પ છુપાવવાનો પ્રયાસ કરી રહૃાો છે. બોલિવૂડ એક્ટર વિકી કૌશલે તાજેતરમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે કેટરિના કૈફની સાથે જોવા મળી રહૃાો છે, પરંતુ આ તસવીરમાં વિકી કૌશલના અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિકીના ફોટો ક્લિક કરવાના અંદાજથી લાગી રહૃાું છે કે તે કેટરિના કૈફનો બેબી બમ્પ છુપાવી રહૃાો છે. આ ફોટો સામે આવતા જ લોકો એકવાર ફરીથી કેટરિનાનાં બેબી બમ્પની વાત કરવા લાગ્યા છે. ફોટોમાં કેટરિના મેકઅપ વગર છે અને વ્હાઈટ કલરનો લોન્ગ ડ્રેસ પહેર્યો છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહૃાા છે. આ વેકેશનમાં આ બંનેની સાથે વિકીનો ભાઈ અને એક્ટર સની કૌશલ અને કેટલાક નજીકના મિત્રો પણ છે. આ દરમિયાન માલદીવમાંથી કેટરિનાનાં બર્થ ડે સેલિબ્રેશનની ઘણી તસવીર સામે આવી છે. કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ ’ફોન ભૂત’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૪ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે સિવાય કેટરિના કૈફ ફિલ્મ ’ટાઈગર ૩’માં સલમાન ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૩માં રિલીઝ થશે.