કેટરિના કૈફ છે પ્રેગનેન્ટ! પતિ વિક્કી કૌશલ સાથે લોન્ટ કર્યો બેબી બંપ

કેટરિના કૈફની પ્રેગનેન્સીના સમાચાર પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે. તેના દરેક પબ્લિક અપિયરન્સ અને એરપોર્ટ લુક પર તેની પ્રેગનેન્સીની ચર્ચા શરૂ થઇ જાય છે. કેટરિના કૈફની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સને વિશ્ર્વાસ થઇ ગયો છે કે કેટરિના જલ્દૃી જ મા બનાવી છે. કેટરિના કૈફે લેટેસ્ટ પોસ્ટમાં પોતાની પ્રેગનેન્સીને છુપાવી નથી. પરંતુ પોતાનો બેબી બંપ લોન્ટ કર્યો છે. આ તસવીરમાં વિક્કી કેટરિના સાથે છે અને તેનો બેબી બંપ પોતાના હાથમાં પકડીને ઉભી છે. કેટરીના કૈફે હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર ક્રિસમસની તસવીરો શેર કરી છે. કેટરિનાએ શેર કરેલા બે ફોટામાં, પહેલા ફોટોમાં તે તેના પતિ, સાસુ-સસરા અને બહેન સાથે ઉભી છે અને બીજા ફોટામાં એક્ટ્રેસ તેના પતિ સાથે ક્રિસમસ ટ્રીની સામે રોમેન્ટિક પોઝ આપી રહી છે. આ બીજા ફોટોમાં વિક્કી કેટરિના ઉભી નથી, આ ફોટોમાં તેનો પોલરોઈડ ફોટો છે જે ક્રિસમસ ટ્રી પર લાગેલો છે. આ બીજા પોલરોઇડ ફોટોમાં, વિક્કી કેટરિનાને પાછળથી પકડીને ઉભો છે અને કેટરિનાના પેટ પર તેનો બીજો હાથ છે. જો તમે આ ફોટાને ઝૂમ કરો છો, તો કેટરિનાનો બેબી બમ્પ જોઈ શકાય છે જે વિકી કૌશલે પકડ્યો છે. આ ફોટો દૃૂરથી શેર કરવામાં આવ્યો છે જેથી કેટરિનાની પ્રેગ્નન્સીની હિંટન મળે. પરંતુ ભલે દૃૂરથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે પરંતુ, કેટરિનાએ આ ફોટામાં તેની પ્રેગ્નન્સી છુપાવી નથી પરંતુ તેના બેબી બમ્પને લોન્ટ કર્યો છે. જણાવી દઈએ કે વિકીએ પણ આ જ ફોટો પોસ્ટ કર્યો છે. ફેન્સને આશા છે કે તેમનું અનુમાન સાચું છે અને કેટરિના અને વિકી ટૂંક સમયમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરશે.