કેટરિના કૈફ પ્રથમ સુપરહિરો ફિમેલ ફિલ્મમાં ચમકશે

કેટરીના કૈફ અને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર એકવાર ફરી સાથે કામ કરવાના છે. આ વખતે અલી અબ્બાસ એક સુપરહીરોવાળી થીમ પર ફિલ્મ બનાવવાના છે, કેટરીના આમાં સુપરવુમનના અવતારમાં દેખાશે. આ પ્રકારનો રોલ તે પહેલીવાર પ્લે કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અલી અબ્બાસ આ ફિલ્મને મોટા પાયે બનાવવાની તૈયારી કરી રહૃાા છે. તે આ ફિલ્મને ત્રણથી ચાર દૃેશમાં શૂટ કરશે. હાલ તે દૃુબઈમાં લોકેશન શોધી રહૃાા છે. મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મમેકરે કહૃાું કે તેણે દૃુબઇ અને અબુ ધાબીના ઘણા લોકેશન ફાઇનલ કરી લીધા છે. ટૂંક સમયમાં તે લોકેશન શોધવા માટે પોલેન્ડ અને જ્યોર્જિયા જશે.
આ હિન્દી સિનેમાની પહેલી ફિમેલ સુપરહીરો પરની ફિલ્મ હશે માટે ફિલ્મ અમુક ઇન્ડિયન લોકેશન પર પણ શૂટ થશે. ઇન્ડિયામાં ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં કરવામાં આવશે કારણકે અમુક સીન્સમાં પહાડી વિસ્તાર દેખાડવામાં આવશે.
અલીના જણાવ્યા અનુસાર કોરોના પછીના ન્યૂ નોર્મલમાં ફિલ્મ માટે લોકેશન શોધવા સરળ નથી. લોકેશન ફાઇનલ કર્યા પહેલાં દરેક જગ્યાએ કોરોના ટેસ્ટ કરાવવો પડે છે તો આ અગાઉ કરતાં વધુ સમય લે છે અને તેનાથી બજેટ પર પણ વધારે ભાર પડે છે.