કેટરીના કૈફ દ્વારા ઇંસ્ટાસ્ટોરીમાં શેર કરવામાં આવેલી તસવીર હવે જોરદાર વાયરલ

ફિલ્મ સ્ટાર કેટરીના કૈફ અને વિક્કી કૌશલના અફેરને લઇને ગત વર્ષથી કેટલાક સમાચાર સામે આવતા રહૃાા છે. બંનેને ઘણીવર ડેિંટગ પર અને સાથે આવતાં જતાં સ્પોટ પણ કરવામાં આવ્યા છે. બંને સ્ટાર્સ અત્યાર સુધી આ મામલે કંઇક કહેવાથી બચતા હતા. પરંતુ હવે કેટરીના કૈફની એક ભૂલે ચોરી-ચોરી ચૂપકે-ચૂપકે વાળો પ્રેમ બધાની સામે લાવી દીધો છે. કેટરીના કૈફએ ઇંસ્ટાસ્ટોરીમાં એક એવો ફોટો શેર કર્યો છે જેમાં વિક્કી કૌશલ જોવા મળી રહૃાા છે. કેટરીના કૈફ દ્વારા ઇંસ્ટાસ્ટોરીમાં શેર કરવામાં આવેલી તસવીર હવે જોરદાર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં કેટરીના કૈફની બાજુમાં બેઠેલી તેમની બહેન ઇસાબેલ કૈફ જોવા મળી રહી છે. પરંતુ આ ઉપરાંત કેટરીના કૈફની પાછળ કાચમાં વિક્કી કૌશલ સ્પષ્ટ દેખાઇ રહૃાા છે. ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ કેટરીનાની સામે બેઠેલા હતા ત્યારે તેમની એક ઝલક કાચમાં જોવા મળી રહી છે. ફોટામાં બંને બહેનો ગેમ ઓફ સીકવેન્સ રમી રહી છે. ફોટાને ધ્યાનથી જોતાં વિકી કૌશલ પણ જોવા મળી રહૃાા છે. આ સમાચાર થોડા દિવસો પહેલાં જ સામે આવ્યા હતા કે કપલ નવા વર્ષમાં એકસાથે વેકેશન પર હતા.

૧ જાન્યુઆરીના રોજ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ સોશિયલ મીડિયા પર નવા વર્ષની શુભેચ્છાઓ આપ્યા બાદથી લોકોની નજરમાં આવ્યા હતા. યૂઝર્સનું એવું માનવું છે આ બંને લવબર્ડ્સ કેટરીના કેફ અને વિક્કી કૌશલ નવા વર્ષના સ્વાગતના સમયનો હતો. કેટરીના કૈફએ એક તસવીર શેર કરતાં નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ફોટામાં કેટરીનાની સાથે તેમની બહેન ઇસાબેલ કૈફ પણ જોવા મળી રહી છે. પરંતુ લોકોને તેમની સાથે હોવાની હિંટ તે સમયે મળી હતી જ્યારે વિક્કી કૌશલએ નવા વર્ષ વર્ષની શુભેચ્છાઓ પાઠવાતાં પોતાના ભાઇ સની કૌશલ સાથે તસ્વીરો શેર કરી.