કેટલાક દિગ્ગજ લોકો પોતાનો અધ્યાય પૂર્ણ કરતા જોવા મળશે

તા. ૮.૭.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આષાઢ સુદ નોમ, ચિત્રા  નક્ષત્ર, શિવ યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  તુલા (ર,ત) રહેશે  .

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ)            :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ અત્રે કેતુ વિષે લખ્યા મુજબ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને રાજીનામુ આપ્યું છે અત્રે લખ્યું હતું કે હાલ અંક ૭ નો પ્રભાવ છે તથા કેતુ મહારાજ તુલા જાહેરજીવનની રાશિમાં હોવાથી જાહેરજીવનના ઘણા અધ્યાય પૂર્ણ થતા જોવા મળે વળી જાહેરજીવનની વ્યક્તિના અધ્યાયની પુર્ણાહુતી જોવા મળે. આ મુજબ  તેમણે પદત્યાગ કર્યો છે હજુ પણ કેટલાક દિગ્ગજ લોકો પોતાનો અધ્યાય પૂર્ણ કરતા જોવા મળશે. સૂર્ય મહારાજ પુનર્વસુ નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે અષાઢ માસની શરૂઆતમાં ચંદ્ર પુનર્વસુ નક્ષત્ર માં હતા અને હાલ પુનર્વસુ નક્ષત્રની અમી વર્ષ થઇ રહી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો વરસાદી માહોલમાં મંગળ રાહુ અગ્નિતત્વની મેષ રાશિમાં થી પસાર થઇ રહ્યા છે જે વીજળી પડવાના બનાવોમાં વૃદ્ધિ કરશે અને વધુ વરસાદ પણ જોવા મળશે વળી આ મંગળ રાહુ પર વક્રી શનિની ત્રીજી દ્રષ્ટિ છે જે સ્ફોટક યોગ રચી રહી છે માટે કુદરત ક્યાંક વીજળી સ્વરૂપે તો ક્યાંક જળ સ્વરૂપે રૌદ્ર રૂપ દર્શાવતી જોવા મળે. આગામી દિવસોમાં સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યાર બાદ ઘરઆંગણે રૂફ ટોપ દ્વારા વીજ નિર્માણનું કાર્ય વેગ પકડતું જોવા મળશે. કર્કમાં સૂર્ય આવવા સાથે સૂર્યની ઉર્જાને વધુ ઉપયોગમાં લેવાના વિચારો પણ વેગવંતા બનશે.