કેટલીક વાર આ મુંઝવણ વચ્ચે એવુ લાગે છે કે હું ઘણી પ્રભાવિત થઈ રહી છું: કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌતે જ્યારથી શિવસેના સાથે દૃુશ્મની કરી છે. તે સતત વિવાદોમાં ઘેરાતી રહી છે. ક્યારેક તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવે છે તો ક્યારેક તેને ધમકી મળે છે. અભિનેત્રી દરેક હુમલાનો જવાબ પણ આપતી રહી છે. પરંતુ લાગે છે કે આ દરેક વસ્તુથી તે પણ પરેશાન છે. તે પણ આ વિવાદોમાં ફસાઈને મુંઝવણ અનુભવી રહી છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા ઉપર એક ટ્વિટ કર્યું છે જેને જોતા લાગે છે કે અભિનેત્રી થોડી મુંઝવણમાં છે. તે આ વિવાદોથી પરેશાન થઈ ગઈ છે. તેણે ટ્વિટમાં લખ્યુ છે કે  કેટલીક વાર આ મુંઝવણ વચ્ચે એવુ લાગે છે કે હું ઘણી પ્રભાવિત થઈ રહી છું.
ક્યાં આવી ગઈ છું ? હું નથી ઓળખી રહી. જિંદગી મારી તરફ જે પડકારો ફેંકી રહી છે હું તે પડકારો સામે લડવાના પ્રયત્નો કરી રહી છું. તો પણ વધુ પડકારો આવી રહૃાા છે. હું મારો સંપૂર્ણ જીવ રેડી દઉ છું. પરંતુ ફરીથી પોતાને મુંઝવણમાં ફસાઈ જઉ છું. હવે કંગના રનૌતે આ પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. ફોટોને જોઈને સમાજાઈ રહૃાુ છે કે કંગના કંઈ વિચારી રહી છે. તે કોઈ મુદ્દાને લઈને મુંઝવણમાં પડી છે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ચાહકો પમ અભિનેત્રીને સવાલ પૂછી રહૃાા છે કે તે બરાબર છે કે નહીં. એ વાતમાં તો બે મત નથી કે કંગનાએ વન મેન આર્મી બની એક રાજનીતિક દળનો સામનો કરવાની કોશિશ કરી છે. કોઈ તેની સાથે ઉભુ રહે કે ના રહે તે સતત પોતાના હક માટે લડતી રહી છે. તેનું તાજુ ઉદાહરણ તે એ મીમ છે જે કંગાનાએ ઠાકરે સરકાર વિરૂદ્ધ શેર કર્યું છે. મીમમાં ઉદ્ધવ ઠાકરેને રાવણના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. તે મીમને લઈને મોટો વિવાદ થતો જોવા મળી રહૃાો છે.