કેતુ અને શુક્ર મળે તો વ્યક્તિના જીવનના રહસ્યોને વધુ ગાઢ બનાવે

તા. ૭.૬.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ સાતમ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, વજ્ર યોગ, વિષ્ટિ  કરણ આજે  જન્મેલાંની ચંદ્ર રાશિ  સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) :  ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ)       : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) :  કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) :  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

જન્મકુંડળીમાં કલા શૃંગાર અને ભોગ વિલાસના ગ્રહ  શુક્ર મહારાજ મહત્વની ભૂમિકા ભજવે છે. શુક્ર મહારાજ પોતે જ સ્વયં ચમક છે. સારા શુક્ર વાળા લોકો હંમેશા લોકોની નજરમાં રહે છે. શુક્ર સારા કલાકાર, કવિ અને લેખક આપે છે. શુક્રની ચમક એવી છે કે તે જે ગ્રહ સાથે બેસે છે તેની ચમક વધારી દે છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં અને સંશોધનમાં મેં જોયું છે કે શુક્ર જે ગ્રહ સાથે બેસે છે તેની અસરમાં ચમક ઉમેરે છે. શુક્ર જયારે સૂર્ય સાથે બેસે છે ત્યારે વ્યક્તિનો માન મરતબો સમાજ માં વધે છે અને નાણાકીય રીતે પણ સારું રહે છે. શુક્ર જયારે ચંદ્ર સાથે બેસે છે ત્યારે તે વ્યક્તિની કલ્પનાશક્તિ માં ચમક આવે છે અને તે સફળ લેખક કે કવિ બની શકે છે વળી તેમની વાત કરવાની શૈલી પણ રસાળ હોય છે.  મંગળ શરીર છે જયારે મંગળ શુક્ર સાથે આવે છે ત્યારે તે વ્યક્તિનું શરીર આકર્ષક અને સુડોળ બનાવે છે વળી તે વ્યક્તિ ઉર્જાથી કામ કરી શકે છે. બુધ અને શુક્રની યુતિ હોય તો શુક્ર બુધના લક્ષણો ને ચમકાવે છે અને તે વ્યક્તિ વ્યાપાર, શેરબજાર અને આર્થિક કામ સારી રીતે કરી શકે છે અને લોજીકલ વિષયોમાં આગળ વધી શકે છે. ગુરુ મહારાજ અને શુક્ર આમ તો થોડા અલગ વિચારો ધરાવે છે પરંતુ સાથે  આવે છે ત્યારે તે ઉમદા શિક્ષક બનાવે છે અને વ્યક્તિ કોઈ પણ ક્ષેત્ર માં તેના જ્ઞાન થી પ્રખ્યાત બને છે.  શનિ કર્મ છે જયારે શુક્ર અને શનિ મળે છે ત્યારે વ્યક્તિ તેના કર્મનું સારું પરિણામ મેળવે છે અને તેના કર્મની કુશળતા માટે જાણીતો બને છે. રાહુ અને શુક્ર મળે ત્યારે વ્યક્તિ તેની ચતુરાઈ માટે જાણીતો બને છે વળી કઈ ક્ષણે તે શું કરશે તે પામી શકાતું નથી તો કેતુ અને શુક્ર મળે તો તે વ્યક્તિના જીવનના રહસ્યોને વધુ ગાઢ બનાવે છે.