કેતુ ગુપ્ત પ્રવૃત્તિ, જાસૂસી બતાવે છે

તા. ૭.૭.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ આષાઢ સુદ આઠમ, હસ્ત   નક્ષત્ર, પરિઘ યોગ, વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે  .

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ તા.૭.૭.૨૦૨૨ છે. અંક ૭ બે વાર રિપીટ થાય છે. અંકશાસ્ત્ર પ્રમાણે અંક ૧ સૂર્ય , અંક ૨ ચંદ્ર, અંક ૩ ગુરુ, અંક ૪ રાહુ, અંક ૫ બુધ, અંક ૬ શુક્ર, અંક ૭ કેતુ, અંક ૮ શનિ અને અંક ૯ મંગળ સાથે સંકળાયેલા છે. અંકશાસ્ત્રનો ઉપયોગ કોઈ પણ સંખ્યા પર કે તેના સરવાળા પર કરી શકાય છે. જન્મતારીખ પરથી ભાગ્યઅંક અને મૂલાંક મેળવી જોઈ શકાય છે વળી હાઉસ નંબર, મોબાઈલ નંબર કાર નંબર પર પણ અંકશાસ્ત્ર દ્વારા કામ કરી શકાય છે. આજની તારીખમાં અંક ૭ બે વાર આવે છે, વળી અગાઉ લખ્યા મુજબ વર્ષ ૨૦૨૨ માં ત્રણ ચંદ્ર દ્વારા શુક્ર નિર્મિત થાય છે માટે આ વર્ષમાં લોકો હરવા ફરવા અને મોજશોખ તથા લક્સરીએસ વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરતા જોવા મળશે. અંક ૭ બે વાર આવવાથી કેતુનો પ્રભાવ વધે છે. કેતુ ગુપ્ત પ્રવૃત્તિ, જાસૂસી બતાવે છે. કેતુ જયારે જયારે અંકશાસ્ત્રમાં બળવાન બને ત્યારે કોઈ વસ્તુ પૂર્ણ કરવા તરફ લઇ જાય છે. જે મિત્રોની જન્મ તારીખ માં અંક ૭ નો પ્રભાવ વધુ હોય તો એક થી વધુ સંબંધોમાં તેમને પૂર્ણતા લાવવી પડી હોય છે. હાલ અંક ૭ નો પ્રભાવ છે તથા કેતુ મહારાજ તુલા જાહેરજીવનની રાશિમાં હોવાથી જાહેરજીવનના ઘણા અધ્યાય પૂર્ણ થતા જોવા મળે વળી જાહેરજીવનની વ્યક્તિના અધ્યાયની પુર્ણાહુતી જોવા મળે.