કેદારનાથના કપાટ ૧૬ નવેમ્બરથી ભક્તો માટે થશે બંધ

કેદારનાથના કપાટ ભક્તો માટે બંધ થવા જઇ રહૃાા છે. વેદપાઠી, હુકુકધારી અને દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં આ ઘોષણા કરવામાં આવી હતી.૧૬ નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. ૬ મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે.
મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ર્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે ૧૬ નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશેવિજયાદશમી પર લેવાય છે નિર્ણયદર વર્ષે વિજયાદશમીના તહેવાર પર ભગવાન કેદારનાથના દરવાજા બંધ કરવાની તારીખ અને સમય, બીજો કેદાર મદમહેશ્વર અને ત્રીજા કેદાર ભગવાન તુંગનાથના કપાટ બંધ કરાવી તારીખ નક્કી કરવામાં આવે છે. વેદપાઠી, હકુકધારી અને દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં, નિષ્ઠા પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે.
આજે વિજયાદશમીના પવિત્ર તહેવાર પર ભગવાન કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો.ભગવાન કેદારનાથના દરવાજા ૧૬ નવેમ્બરના રોજ ભાઇદુજના તહેવાર પર સવારે સાડા આઠ વાગ્યે ભક્તો માટે બંધ રહેશે. પ્રથમ રાત્રિ રોકાવા માટે ડોલી રામુપર પહોંચશે અને ડોલીની બીજી રાત્રિ રોકાણ ગુપ્તકાશીમાં રહેશે.૧૮ નવેમ્બરના રોજ ડોલી શીતળકાળ ગદ્દીસ્થળ પર પહોંચશે. અહીં પહેલેથી હાજર ભક્તો ડોલીનું સ્વાગત કરશે. બીજા કેદાર ભગવાન મદમેહેશ્વરના કપાટ ૧૯ નવેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે બંધ થશે. ડોલીની પ્રથમ રાત્રિ રોકાણ ગૌંડારમાં રહેશે. ૨૦ના રોજ ડોલી રાંસી, ૨૧ ને ગિરિયા અને ૨૨ મીએ ડોલી ઉખીમઠ પહોંચશે. તે જ દિવસે એક દિવસીય મેળાનું આયોજન કરવામાં આવશે.