કેદીઓથી અમરેલીની જિલ્લા જેલ છલકાઇ ગઇ

અમરેલી,અમરેલીની જિલ્લા જેલ હાલમાં કેદીઓથી છલકાઇ ઉઠી છે 264 કેદીની ક્ષમતા વાળી અમરેલીની જિલ્લા જેલમાં હાલમાં 340 ઉપરાંતના કેદીઓ રાખવામાં આવ્યા હોવાનું જેલ સુપ્રીટેન્ડેન્ટશ્રી એચ.એ. બાબરીયાએ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાફરાબાદમાં થયેલી માથાકુટમાં એક સાથે 51 અને ત્યાર બાદ વધારે લોકોની ધરપકડ થઇ હતી આ તમામના કોરોના ટેસ્ટ કરી જેલ હવાલે કરવાનો હુકમ થયો હતો આ ઉપરાંત રેગ્યુલર જામીન અરજીઓ તથા હાલમાં કોર્ટના કામકાજને કારણે નવી અરજીઓ બંધ હોય જેલમાં ક્ષમતા કરતા 76 કેદીઓની સંખ્યા વધી ગઇ છે.