રાજુલા,
રાજુલામાં બે દિવસ પહેલા એક લગ્નએ સૌનું ધ્યાન ખેંચ્યું હતુ ગુજરાતી કંકોત્રીમાં ચિ. જય દિનેશભાઇ પડિયા અને ચિ. પોલીન નોમરલીટો અબાડીયર ના વિવાહના નિમંત્રણથી દેશી વરરાજા અને વિદેશી કન્યાના આ લગ્ન આકર્ષણ બન્યા હતા.2018માં રાજુલાના શ્રી દિનેશભાઇ ભગવાનભાઇ પડિયાનો પુત્ર જય અભ્યાસ માટે કેનેડા ગયો હતો અને ત્યાની કોલેજમાં પહેલા જ વર્ષે સાથે જ દાખલ થયેલી પોલીન નામની કન્યા સાથે જયની આંખ મળી ગઇ હતી બન્નેએ સાથે અભ્યાસ કર્યો અને તેમા જય એ ટેકનોલોજીનો એન્જીનિયરીંગ વિષય લઇ તેમાં ઉર્તીણ થઇ જોબ શરૂ કરી દીધી તો પોલીને પણ સીએ નો અભ્યાસ ક્રમ લઇ પુરો કરી સીએ તરીકેની જોબ શરૂ કરી દીધી હતી.ચાર ચાર વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં ગળાડુબ રહેલા જય અને પોલીને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું તેના માતે જયે વતનમાં માતા નિલમબહેન અને પિતા દિનેશભાઇની અને પોલીને તેની માતા સોકોરો તથા પિતા નોમરલીટોને એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવા માટે વિવાહ બંધનમમાં બંધાવાાની વાત કરતા બન્ને પરિવારે સંતાનોના લગ્ન ભારતમાં જયના વતન રાજુલામાં કરવાનો નિર્ણય કરતા 22મીએ ભારતીય હિન્દુ શાસ્ત્રોકત વિધિથી રાજુલામાં જય પડીયા અને પોલીન વિવાહ બંધનમાં બંધાયા હતા અને કેનેડાની લાડી અને રાજુલાનો વર વચ્ચે ચાર વર્ષથી ચાલતો પ્રેમ પરિણય બન્યો હતો.
રાજુલાની પટેલ વાડીમાં કન્યાના માતા-પિતા અને વરના માતા-પિતાએ વરઘોડીયાને આષીશ પાઠવ્યા હતા વતનમાં લગ્ન કરનાર જય અને પોલીન બન્ને પરત કેનેડા જનાર હોવાનું પણ જયે