કેનેરા બેક્ધના એટીએમમાં મશીન સાથે ચેડાં કરી ત્રણ શખ્સ ૧.૬૨ લાખ લઇ ફરાર

શહેરના સોલા વિસ્તારમાં આવેલા કેનેરા બેંકના એટીએમમાં ચેડા કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સની શંકાસ્પદ કામગીરી ધ્યાને આવતા તપાસ કરવામાં આવી હતી. જેના આધારે એટીએમ મશીનમાંથી રૂ. ૧.૬૨ લાખ કાઢી લીધા હોવાનું બહાર આવ્યું હતું. બેંકના મેનેજરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઠગો પહેલા કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને બાદમાં મશીન ખોલીને પૈસા કાઢી લેતા હતા.
સોલા સાયન્સ સીટી રોડ પર આવેલી કેનેરા બેંકના મેનેજર મનીષ રાયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ચોથી ઓક્ટોબર રોજ બેંગલુરુ હેડ ઓફિસથી ઈ-મેલ આવ્યો હતો કે, બ્રાન્ચના એટીએમમાંથી ૨૪ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર વચ્ચે કુલ ૧૪ વ્યવહાર થયા છે. જેના સીસીટીવી જોતા એટીએમ આગળ ત્રણ શખ્સ ઊભા રહી અને શંકાસ્પદ રીતે મશીનમાંથી પૈસા કાઢવા કાર્ડ નાખી બાદૃમાં મશીનની કોન્ફિડેન્શિયલ સ્વીચ બંધ કરીને પૈસા કાઢી રહૃાાનું માલુમ પડે છે.
આ ઉપરાંત ગોતા ખાતે આવેલી બ્રાન્ચના એટીએમમાં પણ તપાસ કરતા પાંચ જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂ. ૪૧,૦૦૦ ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી બંને એટીએમમાંથી ત્રણ અજાણ્યાં શખ્સે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી અને બાદમાં મશીનમાંથી પૈસા કાઢી છેતરપિંડી કરતા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.