કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો નિર્ણય

સરકારે ખેડૂતોને પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તોના એક દિવસ બાદ ફરી ખુશખબર આપ્યા

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કેબિનેટે સરસવના MSP માં ૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ ઉપરાંત મસૂરના MSP માં ૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જ્યૂટની MSP માં ૧૧૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. અને MSP માં ૩ થી ૯ ટકા વધારાની ભલામણ હતી પણ અત્રે જણાવવાનું કે MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદૃે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદૃે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ ઝ્રછઝ્રઁ એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં ૩થી ૯ ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે.