કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણના બજેટને સુરતી ઉદ્યોગકારોએ વધાવ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોરોના કાળ બાદ આજે બજેટ રજૂ કર્યું હતું. જેને સીધી જ જોવા માટે ચેમ્બર ઓફ કોમર્સમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના ઉદ્યોગકારો માટે સારી બાબતો સામે આવી હોવાનું વેપારીઓ કહી રહૃાાં છે. હીરા અને કાપડ ઉદ્યોગને આ બજેટ લાભકારી નિવડશે તેવો આશાવાદ સેવવામાં આવી રહૃાો છે. સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેથી ભારતમાં તૈયાર થતા અને ખાસ કરીને સુરતમાં તૈયાર થતાં કાપડને વિશ્ર્વની હરીફાઈમાં ટકી રહેવા માટેનો લાભ મળશે તેમ છે. સાથે જ હીરા ઉદ્યોગ માટે પણ બજેટ સારૂં હોવાનું કહેવામાં આવ્યું છે.

સેન્થેટિક ડાયમંડ પરની ડ્યુટી વધારી દેવામાં આવી છે. જેથી સુરતાં તૈયાર થતાં પોલિશ્ડ હીરાને ફાયદૃો થશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડીયાએ કહૃાું કે, શહેરના મુખ્ય બન્ને વ્યવસાય હીરા અને કાપડ બન્ને માટે આ બજેટ ઘણું લાભકારી નિવડશે. કાપડ ઉદ્યોગ માટે ઘણી જાહેરાત બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ટેક્સટાઈલ પાર્કની સુરતની ઘણા સમયથી થતી માંગ અને પ્રોપઝલને સ્વિકારી લેવામાં આવી છે. આગામી સમયમાં ટેક્સટાઈલ પાર્ક પણ બને તેવી આશા સેવવામાં આવી રહી છે. સાથે જ આ બજેટમાં સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે.

જેથી શહેરમાં તૈયાર થતાં કપડા અને સાડીઓ માટે પણ બજેટ સારું રહેશે. વિવર્સ પર ડ્યુટી વધવાને લીધે થોડી તેમને તકલીફ થાય તેવું લાગી રહૃાું છે. બીજી તરફ સ્પીનર્સને નાણા મંત્રીએ ઘણી રાહતો આપી છે. સ્પીનર્સની સામે વિવર્સને રાહતની જગ્યાએ મુશ્કેલી વધે તેવા અણસાર ડ્યુટી વધતા લાગી રહૃાાં છે. સોના-ચાંદૃીમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે. જેથી ઘર આંગણે બનતા દાગીનાઓને તેનો સીધો લાભ થઈ શકે છે. સિન્થેટિક ડાયમંડ પર ડ્યુટી વધારી દેવામાં આવી છે. જેથી દેશમાં તૈયાર થતા પોલિશ્ડ ડાયમંડને તેનાથી સીધો લાભ મળી શકે તેમ છે.