અમરેલી,
નરેન્દ્રભાઇ મોદી સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્ય વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ શ્રીમતી સવિતાબેન રૂપાલા સાથે દિલ્હી ખાતે મથુરા વિસ્તારમાંથી ચુંટાયેલ લોકસભાના સાંસદ અને ડ્રીમ ગર્લનું બિરૂદ પામેલ વિખ્યાત અભિનેત્રી શ્રીમતી હેમા માલીનીના દિલ્હી ખાતેનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લઇ અને વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા વિચારણા કરી હતી.