કેન્દ્ર દ્વારા જાહેર સ્ટાર્ટઅપ રેંકિંગમાં ગુજરાત દૃેશમાં નંબર વન

કેન્દ્ર સરકાર દ્વારા આજે સ્ટાર્ટઅપ રેંકિંગ જાહેર કરવામા આવ્યા છે. જેમાં ગુજરાત પ્રથમ રેક્ધ્માં આવ્યુ છે. અગાઉ ૨૦૧૮માં પણ ગુજરાત પ્રથમ આવ્યુ હતું. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા ૨૦૧૮થી સ્ટાર્ટઅપ રેંકિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષે જુદા જુદા ૩૦ એકશન પોઈન્ટસના આધારે દરેક સ્ટેટ-યુનિયન ટેરીટરીઝને રેંકિંગ અપાય છે.
આ વર્ષે દૃેશમાંથી ૨૨ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદૃેશોએ ભાગ લીધો હતો. જેમાંથી ગુજરાત અને અંદમાન નિકોબાર બેસ્ટ પર્ફોમર્સ રહૃાા છે. ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટઅપમા ટોપ પર આવ્યુ છે. રેંકિંગ મુજબ કર્ણાટક અને કેરળ ટોપ પર્ફોમર્સ રહૃાા છે . જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સા સહિતના રાજ્યો લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. પંજાબ અને તેલંગાણા સહિતના રાજ્યો એસ્પાયિંરગ લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. દિલ્હી અને મધ્યપ્રદૃેશના સહિતના રાજ્ય ઈમર્જિંગ ઈકોસીસ્ટમની કેટેગરીમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દૃેશમાં ૩૬૬૧૪ સ્ટાર્ટઅપ્સ માન્ય કરાયા છે જેમાં ૬૦૦થી વધુ સ્ટાર્ટઅપ વિવિધ રાજ્યો-પ્રદૃેશોના સીલેકશનમાં હતા.