કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન પાસેથી ૧ લાખ ટન ડુંગળી ખરીદશે

  • વધતાં ભાવોને અંકુશમાં લેવા સરકારનો મોટો નિર્ણય

    સામાન્ય લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આજકાલ વધતા ડુંગળીના ભાવને કારણે જનતા ખૂબ પરેશાન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ૧ લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી ડુંગળીના ઉંચા ભાવોથી સામાન્ય માણસને રાહત મળશે. આ ડુંગળી અફઘાનિસ્તાનથી ખરીદવામાં આવશે. સરકારની યોજના મુજબ દરરોજ ૪૦૦૦ ટન ડુંગળી ભારતમાં આવશે.
    પ્રાપ્ત માહિતી મુજબ ડુંગળીના ભાવ ઘટાડવા સરકારે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. ભારત અફઘાનિસ્તાનથી ૧ લાખ ટન ડુંગળીની આયાત કરશે. દરરોજ ૪૦૦૦ ટન ડુંગળી ભારત આવશે.
    માનવામાં આવે છે કે આગામી એક મહિનામાં ડુંગળીનો નવો પાક પણ બજારમાં આવવા લાગશે અને ડુંગળીની આયાતની સહાયથી કિંમતોમાંથી રાહત મળશે. મતલબ કે હવે જનતાને મોંઘી ડુંગળી ખરીદવી પડશે નહીં.
    સરકારે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે સરકાર પાસે ફક્ત ૨૫ હજાર ટન ડુંગળીનો સંગ્રહ (બફર સ્ટોક) બાકી છે અને એવું માનવામાં આવે છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં આ ડુંગળી ખતમ થઈ શકે છે. હાલમાં દૃેશમાં ડુંગળીનો છૂટક ભાવ આશરે ૭૫ રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં સરકારે ભાવને નિયંત્રણમાં રાખવા અને માંગને પહોંચી વળવા માટે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે.