બનાસકાંઠા સહિત ડીસા પંથકના ખેડૂતોને છેલ્લા ૫ વર્ષથી બટાકાનો પોષણક્ષમ ભાવ ન મળતાં મંદીનો માર ઝીલી રહૃાાં છે. ત્યારે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાની રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠાને ઓપરેશન ગ્રીન યોજનામાં સમાવેશ કરતાં ખેડૂતોને આંશિક રાહત મળશે. ડીસાના બટાકાની માંગ બહારના રાજ્યોમાં પણ સૌથી વધુ હોવાના કારણે દર વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ બટાટાનું વાવેતર ખેડૂતો કરી રહૃાાં છે.નું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને બટાકાનો પોષણક્ષમ ભાવ ન મળતાં નુકશાન વેઠવાનો વારો આવી રહૃાો છે.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઓપરેશન ગ્રીન (ટામેટા, ડુંગળી, બટાકા) યોજના ચાલુ કરી હતી. જેમાં આસામ, યુપી, મેઘાલય, ઉત્તરાખંડ અને પુણેનો સમાવેશ કરયો હતો. જ્યારે ગુજરાતને આ યોજનાથી બાકાત રાખ્યો હતો. ગુજરાતમાં ટામેટા માટે જ આ યોજના ચાલુ રાખી છે પરંતુ ગુજરાતમાં મોટાભાગના નાના મોટા ખેડૂતો બટાકાને ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના ખેડૂતો તેમાંય વળી ખાસ કરીને ડીસાના ખેડૂતો બટાકાના પાકમાં સૌથી વધુ નુકસાન વેઠી રહૃાા છે પ્રધાનમંત્રી સમદા યોજનામાં ગુજરાતના બનાસકાંઠા અને ડીસા પંથકના ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજનો સમાવેશ કરે તે માટે રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા રજૂઆત કરી હતી. આથી રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને અજયિંસહ તોમરને રજૂઆત કરી હતી. આથી કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગ્રીન યોજનામાં બનાસકાંઠાનો સમાવેશ કરતાં ખેડૂતોને આંશિક રાહત મળશે.બનાસકાંઠા જિલ્લાને ઓપરેશન ગ્રીન યોજનામાં સમાવેશ કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા ટામેટા, ડુંગળી, બટાકાને ઓપરેશન ગ્રીન હેઠળ સમાવેશ કર્યો છે. જેથી બટાકાના ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સબસીડી મળશે. જેથી ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ તેમ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જણાવ્યું હતું.