કેન્સર પીડિત મહિલાનું યોજાયું ડ્રાઈવ થ્રુ બેસણું, કારમાં બેસીને અપાઈ શ્રદ્ધાંજલિ

પ્રહલાદ નગર વિસ્તારમાંર હેતા કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થયું હતું. ત્યારે કોરોના મહામારીમાં તેમનું બેસણું કઈ રીતે યોજવું તે પરિવાર માટે મોટી મૂંઝવણ સવાલ હતો, પરંતુ ઠક્કર પરિવારે પન્ના ઠક્કર માટે એવું બેસણુ રાખ્યું, જેથી આવનારા લોકો માટેની સુરક્ષા સલામત રહે, અને કોરોના સંક્રમણનો ડર ન રહે. ઠક્કર પરિવાર દ્વારા ખાસ બેસણનું આયોજન કરાયું. જેમાં આવનારા સ્નેહીજનોને પોતાની ગાડીમાંથી ઉતરવાની જરૂર જ પડી.
તેઓ પોતાની કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી શક્યા. બેસણામાં એવુ આયોજન કરાયું હતું કે, આવનાર વ્યક્તિ તેની કાર પન્ના ઠક્કરની તસવીર સુધી લઈ આવી શકે. ગેટ પર ફૂલ આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જેથી કારમાં બેસીને જ તેઓને ફૂલ લેવાનું હતું. બાદમાં ગાડીમાં જ બેસીને પન્ના ઠક્કરની તસવીર પાસે કાર લઈ જવાની હતી. અને પન્ના ઠક્કરના ફોટા પાસે જઈને ફૂલ ચઢાવવાના.
ત્યાંથી સીધા જ બહાર નીકળી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કારમાંથી ફૂલ લેવા માટે પણ એક વ્યક્તિને ગોઠવવામાં આવી હતી. જે ફૂલ લઈને તસવીર પર ચઢાવતી હતી. પરિવારે આ બેસણામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરનું ખાસ ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહિ, પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપવા આવનાર સ્વજનનોને તુલસીનો ક્યારો અને ગીતા તેમજ બાજોટ યાદગીરી સ્વરૂપે આપવામાં આવ્યા હતા.