કેપ્ટન જેસન હોલ્ડરનાં મહાન ક્રિકેટર સચિને વખાણ કર્યા

  • રૂટ-સિબ્લી વચ્ચેની ભાગીદારી પણ ઘણી મહત્ત્વની રહી
  • પ્રથમ સ્પિનરોને રમવા ઉતાર્યા હોવાથી શાબાશી આપી

વેસ્ટઈન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે બીજી ટેસ્ટ મૅચના પહેલા સેશનમાં સ્પિનરોને રમવા ઉતાર્યા હોવાથી સચિન તેંડુલકરે તેને શાબાશી આપી છે. સચિને કહૃાું કે ‘પહેલા સેશનમાં સ્પિનરોને ઘણી સારી મદદ મળી રહે છે અને બૅટ્સમેનો માટે રમવું અઘરું થઈ પડે છે. સચિને કહૃાું કે ‘પહેલા સેશનમાં મેં નોટિસ કર્યું હતું કે કેટલાક ફાસ્ટ બોલરોના બૉલ વિકેટકીપરના હાથમાં બરાબર રીતે નહોતા પહોંચી રહૃા. પિચ ઘણી ધીમી લાગી રહી હતી.
જેસન હોલ્ડરે ખરેખર એક સારો નિર્ણય લઈને સ્પિનરોને પહેલાં રમવા ઉતાર્યા જેમણે બૉલ પર ગ્રીપ મેળવી. જો રૂટ અને ડોમ સિબ્લી વચ્ચેની પાર્ટનરશિપ પણ ઘણી મહત્ત્વની રહી. વેસ્ટઈન્ડીઝે આ જોડીને તોડવા માટે કોઈક રસ્તો કાઢવો પડશે. ઓલ્ડ ટ્રેફર્ડની સરફેસ ઘણી હાર્ડ છે અને જ્યારે એ ભીની થાય છે ત્યારે બૉલ ધીમો પડી જાય છે. જોકે ટીમ કેવી રીતે રમે છે એના પર વધુ નિર્ભર રહે છે.
ઉલ્લેખનીય છે કે સિબ્લી અને સ્ટોક વચ્ચે બીજી ટેસ્ટના પહેલા દિવસના અંતે ૧૩૪ રનની ભાગીદારી થઈ હતી.