કેરલામાં તમામ ફીશરીઝ મંત્રીઓની બેઠક બોલાવાશે : શ્રી રૂપાલા

અમરેલી,
કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાનાં નેતૃત્વમાં સાગર પરિભ્રમણ યાત્રાનાં બીજા વિભાગનો આજે કેરાલાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી સાજીચેરીયન મંત્રીશ્રી ડો.મુર્ગન, સાંસદશ્રી રાજમોહન અને શ્રી નિલ્લીકુલુજીની ઉપસ્થિતિમાં સંબોધન કરતા શ્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, સાગર પરિક્રમા કાર્યક્રમને સમર્થન સાથે કેન્દ્ર સરકારે જે સહયોગ આપ્યો છે તેને બિરદાવી કેરાલાના આગેવાનોને પણ બિરદાવી શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આજનાં કાર્યક્રમમાં આટલા બધા લોકોને જોતા કાર્યકરોની મહેનત દેખાઇ આવે છે. તેમ જણાવી તમામને બિરદાવ્યાં હતાં. વધ્ાુમાં જણાવ્યું કે, લોકોમાં એવી વાયકા છે કે, જ્યાં ગંદકી હોય તેને ફીશ માર્કેટ કહે છે પણ જે વ્યવસ્થિત હોય તેને ડ્રીપ માર્કેટ કહે છે. ડ્રીપ માર્કેટનું બ્યુટીકેશન સાથે બ્યુટીફુલ માર્કેટ બને તે જરૂરી છે. મોટેભાગે માછીમારો સમુદ્રમાં જાય છે અને તેઓ રીસ્ક પણ લે છે. કરંટ, લોડ વગેરે શું છે તે મે પણ જોયું છે. બીજી તરફ ફીશરમેનો કીનારે આવ્યા બાદ પાછળનું બધ્ાુ કામ બહેનો કરે છે. તે માતાઓને મદદ કરવાની કેન્દ્ર સરકારની નેમ છે. પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળે તો ઘણુ બધ્ાુ કામ થઇ શકે. રાજ્યોનું શું પ્રોજેક્ટ છે તેની શું ડીમાન્ડ છે અને ક્યા બદલવાની જરૂર છે તેની વિગતો મળશે તો પ્રોજેક્ટમાં સમાવવા પણ નેમ છે. વડાપ્રધાનશ્રી મોદી વડાપ્રધાન પદે આવ્યા પહેલા જે કામો નોતા થયા તે કર્યા છે. સર્વ પ્રથમ ફીશરીઝને સ્વતંત્ર દરજ્જો આપ્યો. સ્વતંત્રતા પહેલા 2014 સુધી 3600 કરોડની જોગવાઇ હતી. પરંતુ વિભાગ સ્વતંત્ર બન્યા બાદ 10 પ્રોજેક્ટો મંજુર કર્યા છે અને પીએમ એસએમવાય માં 20 હજાર કરોડનાં રોકાણ સાથે યોજનાઓ કાર્યરત કરી છે. આ વર્ષમાં 6 હજાર કરોડની ફાળવણી પણ વધારી છે. મત્સ્ય ઉદ્યોગમાં મચ્છવાઓને કેસીસી મળે તે માટે પ્રયાસો કર્યા છે. માછીમારો પોતાના વ્યવસાય માટે ખાનગી લોકો પાસેથી ક્રેડીટ લેતા અને ચાર થી 14 ટકા સુધી વ્યાજ ભરતા તેથી ક્યારેય બહાર ન નીકળા શકતા તેથી શ્રી મોદીએ 1,60,000 સુધી સીક્યુરીટી વિના ધીરાણ આપવા નિર્ણય કર્યો પણ બેન્કોને રસ ન હતો. ડીપસી લેવલમાં સહાય વધવા માંગ થઇ હતી. તે યોજનાનો લોન્ચ કર્યો છે. લોડર માટે પણ પ્રયત્નશીલ છું. મત્સ્ય ઉદ્યોગને આગળ વધારવા માર્કેટીંગ ઇન્સ્યોરન્સ બાબતે પણ ચિંતા છે. આવતા મહિને મહાબલીપુમમાં તમામ ફીશરીઝ મંત્રીઓ સાથે બેસી મનોમંથન કરી શું અને યોજનાઓમાં પ્રશ્ર્નો ઉકેલવા પણ પ્રયાસ કરીશું તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું છે. આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.