કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો અધિકાર

ન્યુ દિલ્હી,

કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિ રના પ્રશાસન અને તેની સંપત્તિના અધિકારને લઈ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદૃો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદૃાને પલટતાં દશના સૌથી વધુ સંપત્તિવાળા મંદિ રો પૈકીના એક શ્રી પદ્મનાભસ્વામી મંદિ રના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપ્યો છે. મળતી માહિતી મુજબ, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. કેરળ હાઈકોર્ટના ચુકાદૃાને શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો હતો.

શ્રી પદ્મનાભસ્વામી મંદિ રને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દૃરમિયાન એ વાતનો ચુકાદૃો આપવામાં આવ્યો છે કે પદ્મનાભસ્વામી મંદિ રના મેનેજમેન્ટની જવાબદૃારી ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપવામાં આવશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તિરુવનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતાવાળી કમિટી હલા મંદિ રની વ્યવસ્થા જોશે.

નોંધનીય છે કે, કેરળ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૧માં પદ્મનાભસ્વામી મંદિ રના અધિકાર અને સંપત્તિને લઈ મોટો ચુકાદૃો આપતા તેની પર રાજ્ય સરકારનો અધિકાર ગણાવ્યો હતો. કેરળ હાઈકોર્ટના ચુકાદૃાને પૂર્વ ત્રાવણકોરર શાહી પરિવારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ૮ વર્ષથી વધુ સમય સુધી સુનાવણી થઈ. આ મામલામાં એપ્રિલમાં સુનાવણી બાદૃ જસ્ટિસ ઈન્દમલ્હોત્રાની બેન્ચે ચુકાદૃો સુરક્ષિત રાખી લીધો હતો.

મંદિ રનું નિર્માણ ક્યારે થયું, તે અંગે કોઈ મજબૂત પ્રમાણ મળતું નથી. ઈતિહાસકાર ડૉ. એલ. કે. રવિ વર્મા અનુસાર મંદિ ર લગભગ ૫૦૦૦ વર્ષ જૂનું છે. જ્યારે માનવ સભ્યત કળયુગમાં પહોંચી હતી. આમ તો મંદિ રના સ્ટ્રક્ચરના હિસાબથી જોઈએ તો માનવામાં આવે છે કે કેરળના તિરુઅનંતપુરમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિ રની સ્થાપના સોળમી સદી માં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી. ત્યારબાદૃથી જ અહીંના રાજા આ મંદિ રને માનતા રહૃાા. વર્ષ ૧૭૫૦માં મહારાજ માર્તંડ વર્માએ પોતાને પદ્મનાભ દૃાસ જાહેર કરી દી ધા. તેની સાથે સમગ્ર રાજ ઘરાના મંદિ રની સેવામાં લાગી ગયો. હજુ પણ શાહી ઘરાનાને આધીન એક પ્રાઇવેટ ટ્રસ્ટ મંદિ રની દેખરેખ રાખે છે.

કેરળનુ આ પ્રસિદ્ધ મંદિ ર ભારતના ધનિક મંદિ રો પૈકી એક માનવામાં આવે છે, આ સિવાય આ મંદિ રની ચારે બાજુ અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પણ માનવામાં આવે છે. આ મંદિ રનો સાતમો દૃરવાજો દૃરેક માટે એક કોયડા સમાન છે, કારણ કે આ દૃરવાજો આજ દિ ન સુધી ખોલી શકાયો નથી. સૌથી હેરાન કરનાર વાત એ છે કે આ સાતમો દૃરવાજો લાકડાનો બનેલો છે અને તેને ખોલવા કે બંધ કરવા માચે કોઇ પ્રકારની સાંકળ, નટબોલ્ટ, તાળુ લગાવવામાં આવ્યુ નથી. આ દૃરવાજો કેવી રીતે બંધ છે એ આજે પણ અકબંધ રહસ્ય છે.