કેરિયાચાડમાં વૃક્ષોનું જતન બિરદાવવાલાયક

હાલના આ કોરોના કાળમાં ચાલી રહેલી ઓક્સિજન ની મહામારી વચ્ચે જ્યારે રૂપિયા દેતા પણ ઓક્સિજન પૂરો ન પડતો હોય. ત્યારે વૃક્ષોને કેમ ભુલાય કે જે આખી આ પૃથ્વીને મુફ્ત ઓક્સિજન પૂરો પડે છે. ત્યારે આવો જ એક કિસ્સો કેરીયાચાડ ગામ નો છે. કેરીયાચાડ ગામ થી કેરીયાચાડ ગામ ના પાટીયા સુધી આશરે ત્રણેક કિલોમીટર લાંબી સડક (રોડ)આવેલી છે.જ્યાં આ ત્રણ કિલોમીટર લાંબા રોડની બંને બાજુ એકજ લાઈનમાં 514 લીમડાઓ આવેલા છે.જે કેરીયા ચાડ ગામ થી તે કેરીયાચાડ ગામ ના પાટીયા સુધી બંને બાજુ લીમડાની હાર્ડ માળા તમને જોવા મળશે.આ લીમડા વર્ષો જૂના છે એટલે કે આજ થી 55 કે 60 વર્ષ જૂના છે. એ સમય માં કેરીયા ચાડ ગામ ના યુવાનોએ આ લીમડા પોતાની જાતે વાવીને તેનું જતન કરેલું. એ વખતે વાડીમાંથી ધંધાગાડુ અને એકા દ્વારા કૂવામાંથી પાણી સીસી ને આ વૃક્ષોનો ઉસેર કરેલો. તેમને બિરદાવતા આજે આનંદ થાય છે.