- ખરેલી કેરી પાંચ રૂપિયે કીલો વેચાયા બાદ અમરેલીમાં કેરીના ભાવ ઉચકાયા
- જિલ્લાના ધારી,ખાંભા,કુંડલા,રાજુલા,બગસરા વિસ્તારમાં હજારો આંબાઓ જમીનદોસ્ત થતા કેરી સહિતના બાગાયતી પાકો લાંબા સમય સુધી નહી થાય
અમરેલી,
ખરેલી કેરી પાંચ રૂપિયે કીલો વેચાયા બાદ અમરેલીમાં કેરીના ભાવ ઉચકાયા છે હાલમાં અમરેલી યાર્ડમાં કેરી સરેરાશ 1600ની મણ જઇ રહીે છે.
વાવાઝોડામાં અમરેલી જિલ્લાના મોટાભાગના આંબાનો ખો બોલી જતા કેરીના ઘર ગણાતા અમરેલી પંથકમાં હવે સાત આઠ વર્ષ કેરી બહારથી આવશે કારણ કે એક આંબો દસેક વર્ષ સીવાય પુરતા ફળો આપી શકતો નથી અને જિલ્લાના ધારી, ખાંભા, કુંડલા, રાજુલા, બગસરા વિસ્તારમાં હજારો આંબાઓ જમીનદોસ્ત થતા કેરી સહિતના બાગાયતી પાકો લાંબા સમય સુધી નહી થાય.