કેવડીયા કોલોનીમાં અમરેલીનું ચલાલા છવાયું ચલાલાના વતની આગેવાનોની બહુમતી દેખાઇ

અમરેલી,સરદાર વલ્લભભાઇ પટેલના સાનિધ્યમાં કેવડિયા કોલોની ખાતે સૌ રાજકીય મિત્રો મળ્યા હતા તેમા એક બાબત ઉડીને આંખે વળગી હતી અને તે હતી ચલાલાના દિકરી જમાઇ અને ચલાલાના ધારાસભ્ય અને મહીલા આગેવાનો આ સૌ એક સાથે દેખાયા હતા. ચલાલાના વતની ધારાસભ્યશ્રી જેવી કાકડીયા અને ગામ મા જ પીયર અને ગામમાં જ સાસરીયું છે તેવા તેના ફાયરબ્રાન્ડ વકતા શ્રીમતી કોકીલાબહેન કાકડીયા તથા ચલાલાના જમાઇ એવા દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી અને રાજયના મહીલા સહકારી આગેવાન અનેે ચલાલાના દિકરી એવા શ્રીમતી ગીતાબહેન સંઘાણી સાથે દેખાયા હતા.જોકે આ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અશ્વિનભાઈ સાવલિયા, બાબભાઈ કિકાણી, કિલુભાઈ શુક્લ વગેરે સાથે હતા.