કેવા હોય છે બુધવારે જન્મેલા લોકો!!

તા. ૧.૨.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ મહા સુદ અગિયારસ, જયા એકાદશી, મૃગશીર્ષ  નક્ષત્ર, ઐંદ્ર   યોગ, બવ  કરણ આજે બપોરે ૨.૦૧ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કેવા હોય છે બુધવારે જન્મેલા લોકો!!તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ તા. ૧.૨.૨૦૨૩અને  બુધવાર અને જયા એકાદશી છે.જયા એકાદશીનું વિશેષ મહત્વ છે જયારે જીવનમાં એવું લાગે કે કોઈ નકારાત્મક ઉર્જા આપણી પર હાવી થાય છે ત્યારે જયા એકાદશીના વ્રતથી આ કોઈ પણ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય છે આ દિવસે વ્રત પૂર્વક કૃષ્ણ પરમાત્માની આરાધના કરવાથી ભૂત પ્રેત બાધા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આજરોજ બુધવાર છે. બુધવારે જન્મેલા મિત્રો વ્યાપાર વાણિજ્યમાં સારું કાર્ય કરી શકે છે તથા કોઈ બાબત માં અવિચારી પગલું ભરતા નથી. જીવનને યોગ્ય ગણતરીથી જીવે છે અને દરેક કાર્યનો મનમાં હિસાબ રાખે છે. બુધવારે જન્મેલા મિત્રો પેપરવર્ક, લેખન,વાંચન, લોજીક સમજવામાં, પ્રોગ્રામિંગમાં, પત્રકારત્વમાં,બેન્કિંગ,માર્કેટિંગ અને વીમા તથા આયાત નિકાસ બાબતોમાં સારું પરફોર્મન્સ આપી શકે છે મુદ્રા એટલે રૂપિયાની શક્તિને તે સારી રીતે પિછાણી શકે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરે છે જો કે બુધવારે જન્મેલા મિત્રોએ વ્યસન બાબત વિશેષ કાળજી રાખવી પડે ક્યારેક વ્યસન કે ખોટી સલાહના કારણે જીવનમાં પ્રશ્નો આવી શકે બુધવારે જન્મેલા મિત્રોને બાળકો વહાલા હોય છે અને તેના માટે એ કઈ ને કઈ કરતા જોવા મળે છે વળી બુધવારે જન્મેલા વ્યક્તિ એક થી વધુ વ્યવસાય કરી શકે છે અને ઘણી બાબતો જીવનમાં રિપીટ કરતા પણ જોવા મળે છે એકંદરે તેમનો સ્વભાવ સૌમ્ય જોવા મળે છે તથા અન્યને મદદ કરનાર અને સારા મિત્ર પુરવાર થાય છે.