કેશુબાપાના મોટાભાઈ ધરમશીભાઈ પટેલનું અવસાન, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નીકટતા ધરાવતા પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે ટ્વીટર પર શોક સંદેશો પાઠવી શ્રદ્ધાંજલિ આપી હતી. કેશુભાઈ પટેલના ભાઈ ધરમશીભાઈ પટેલનું જૈફ વયે નિધન થયું હતું. તાજેતરમાં જ કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના ભાઈનું પણ અવસાન થતા તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના મોટાભાઈ શ્રી ધરમશીભાઈના અવસાનથી દુ:ખ થયું. ઇશ્ર્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તેમના દીકરા અશ્ર્વિન સાથે ફોર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ…

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે ૨૯ ઑક્ટોબરે નિધન થયું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહૃાું. શ્ર્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું.

દરમિયાન ૩૦મી ઑક્ટોબરે રાજ્યની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીનગર ખાતે કેશુબાપાના નિવાસસ્થાને જઈને પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ત્યારે મહેશ-નરેશન કનોડિયાનાં નિધનના પગલે તેમના નિવાસસ્થાને જઈ પરિવારને સાંત્વાના પાઠવી હતી.