કેશોદનો નાસતો ફરતો આરોપી લાઠીથી ઝડપાયો

  • પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીએ બાતમી આધારે વોચ ગોઠવી પકડી પાડયો

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે જુનાગઢ જીલ્લાના કેશોદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-11203030201145/2021 IPC કલમ- 498 (ક), 323,504,506(2), 114 ના કામનો નાસતો ફરતો આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો બાજા ઉર્ફે બાજુભાઇ ચારોલીયા ઉ.વ.27, ધંધો-મજુરી રહે.લાઠી, આલમગીરી હોટેલની પાછળ, કેરીયા રોડ, મહાવીરનગર તા.જી.અમરેલી તા.14/01/2021 ના રોજ અમરેલી શહેર મુકામેથી પકડી પાડી આરોપીને કેશોદ પોલીસને સોંપવા યોગ્ય તજવીજ કરેલ.