કોંગ્રેસના નેતાઓને સાંસદ શ્રી કાછડીયાનો સણસણતો જવાબ

કૃષિ સુધાર બીલ અંગે ખોટા જુઠાણા ફેલાવતા

કૃષિ સુધાર બીલ અંગે વિપક્ષ ખેડૂતોને અવળે માર્ગે દોરી રહી છે : સાંસદ શ્રી કાછડીયા

અમરેલી,કૃષિ સુધાર બીલ આવ્યે થી ખેડૂત પોતાનો માલ દેશના કોઈપણ ખૂણે વેચી શકશે.રાજયોમાં કાયરત એપીએમસી ચાલુ જ રહેશે અને ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે
મોદી સરકાર તરફથી લોક્સભા ગૃહમાં પાિરત કરવામાં આવેલ કૃષિ સુધાર બીલ વિશે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્ભાઈ મોદીજીના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્યને ચિરતાથ કરવાની દિશામાં કેન્ની મોદી સરકાર તરફથી અનેક કૃષિ/ખેડૂત હિત લક્ષી યોજનાઓ અને નિણયો અમલમાં લાવેલ છે. જયારે ર014 થી સતાથી બહાર બેઠેલ કોંગ્રેસ કોઈપણ ભોગે સતા મેળવવા ઈચ્છી રહી છે જેના લીધે કોંગ્રેસ મોદી સરકાર ારા લેવાયેલ કૃષિ સુધાર બીલના નિણય/ખરડા અંગે ખેડૂતોને ઉશ્કેરી ગેરમાગે દોરી રહી છે અને ખેડૂતોને હાથો બનાવી નીમ્ન કક્ષાની રાજનીતી કરી રહી છે.સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, મોદી સરકારના કૃષિ સુધાર બીલ ખેડૂતો માટે ક્રાંતિકારી સાબીત થશે અને આ બીલ અમલમાં આવાતા ખેડૂતો પોતાનો માલ પોતાની મરજી મુજબ વેચી શકશે એટલે કે વચેટીયા નાબૂદ થશે અને તેનો સીધો જ આથિક ફાયદો ખેડૂતોને થશે. ખેડૂત પોતાનું ઉત્પાદન દેશના કોઈપણ ખૂણે વેચી શકશે અને તે પણ વગર વચેટીયાએ વેચી શકશે. દેશમાં 86 ટકા ર એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો છે આ બીલથી તેઓને સીધો જ ફાયદો થશે. વધુમાં અતિવૃષ્ટિને લીધે પાક નુકશાનીનો સામનો કરતા ખેડૂતો માટે આજે રાજયની સંવેદનશીલ રૂપાણી સરકારે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરેલ છે. 33 ટકા કે તેથી વધુ પાક નુકશાની બદલ મહતમ ર હેકટર માટે પ્રતિ હેકટર રૂા. 10 હજારની સહાય ચુક્વાશે. જેનો રાજયના ર7 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે. આ રાહત પેકેજમાં ર0 જીલ્લાના 1ર3 તાલુકાના 37 લાખ હેકટર વિસ્તારોને આવરી લેવાયા છે. આ સહાય માટે 1 ઓકટોબર થી ઓનલાઈન પોટલ પર ખેડૂત અરજી કરી શકશે અને આ સહાય સીધી જ ડી.બી.ટી.ના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમાં કરાશે. સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, વિપક્ષોને વચેટીયા જતા રહે, ખેડૂતોને અથિક લાભ થાય તે કોંગ્રસ ઈચ્છી રહી નથી. જેથી મોદી સરકાર ારા કરવામાં આવતા ખેડૂત હીત લક્ષી કાયોમાં રોડા નાખવાનું કામ વિપક્ષ કરી રહયો છે. ગત ર014 અને ર019ના કોગ્રેસ પાટીના મેનીફેસ્ટોમાં પણ આ જ ઉલ્લેખ હતો અને સ્વામીનાથન કમીટીએ પણ જે તે સમયે આ બાબતે જ સીફારીશ કરેલ હતી. છતા કોંગ્રેસ પાટીના અધ્યક્ષ સોનીયા ગાંધી અને પૂવ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેરીકામાં બેઠા બેઠા ખેડૂતોને ભડકાવી રહયા છે જે ખૂબ જ ગંભીર બાબત ગણાય.અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કૃષિ સુધાર બીલ અંગે વધુમાં જણાવેલ છે કે, આજે આ સમાચાર પત્રના માધ્યમથી હું આપ સૌ ખેડૂતો મિત્રોને વિપક્ષ ફેલાવવામાં આવતા જુઠાણા અને બીલ બાબતે સત્ય હકીક્ત અંગે અવગત કરવા માંગુ છું.1) જુઠાણું : કેન્ સરકાર વિવિધ રાજય સરકારો ારા અધિનિયમિત એ.પી.એમ઼સી. કાયદાને નાબૂદ કરી રહી છે.
હકીક્ત: રાજયોની એ.પી.એમ઼સી. પહેલાની જેમ જ કામ કરતી રહેશે, તે સિવાય ખેડૂતોને પોતાનો પાક દેશભરમાં ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા હશે. કૃષિ બજારની બહાર થતા વેપારને નવા કાયદાઓ હેઠળ આવરી લેવાશે. એપી.એમ઼સી.ની સરખામણીએ વૈકલ્પીક ટ્રેડીંગ ચેનલોના મારફતે વધુ સારા ભાવ મળે તેવી સુવિધા ઉપલબ્ધ થશે
ર) જુઠાણું : કેન્ સરકાર મોટા કોપોરેટ સાથે કરાર આધાિરત કરીને ખતમ કરી નાખશે
હકીક્ત: અનેક દાયકાથી અનેક રાજયો ારા કરાર આધાિરત ખેતી લાગુ કરાઈ છે, જેમ કે, પંજાબ અને પશ્ર્ચિમ બંગાળમાં પેપ્સિકો અને હરીયાણામાં સબ મીલર.
યુ.પી.એ. સરકારે કરાર આધાિરત ખેતીને પ્રોત્સાહન આપ્યુ અને રાજયોને તે લાગુ કરવા રાજી ક્યા હતા. આ બીલ થી કરાર માત્ર ઉપજ પર જ લાગુ થશે, જમીન પર નહી. જમીન પર માલીક/ખેડૂતનો જ અધિકાર રહશે.
3) જુઠાણું : કેન્ સરકાર ઈચ્છે છે કે, ખેડૂત પોતાની જમીન મૂડીવાદીઓને વેચી દે.
હકીક્ત: કૃષિ સંબંધિત વિધેયકમાં ખેડૂતને પુરતી સુરક્ષા અપાઈ છે. ખેડૂતોની જમીનનું વેચાણ, ભાડે આપવી, ગીરો મુક્વા પર સંપૂણ પ્રતિબંધ છે અને કોઈપણ જાતની રીક્વરીમાં ખેડૂતોની જમીનનું રક્ષણ સુનિશ્ર્ચિત કરાયુ છે. ઉપરાંત નિધારીત સમયમાં સમસ્યાના નિવારણ માટે અસરકારક વિવાદ સમાધાન માળખુ પણ તૈયાર કરાયુ છે.
4) જુઠાણું : આ બીલ ખેડૂતોને ટેકાના ભાવ (ોક઼9 ની સુરક્ષાથી વંચિત રાખવાનું ષડયંત્ર છે.
હકીક્ત: આ બીલ ટેકાના ભાવને જરા પણ પ્રભાવીત નથી કરતુ. ટેકાના ભાવ પ્રમાણે ખરીદીની વ્યવસ્થા યથાવત રહશે. ખેડૂતોને વધુ સારા ભાવ મળે તે માટે એપીએમસી બહાર વધારાની વ્યાપારીક તકો ઉભી કરાવાઈ રહી છે.
પ) જુઠાણું : આ બીલ ખેડૂત વિરોધી છે અને તેમાં ખેડૂતોને કોઈ સુરક્ષા અપાઈ નથી.
હકીક્ત: ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા ચાલુ જ રહેશે. ખેડૂતો ખાદ્ય ઉત્પાદક કંપનીઓ સાથે પોતાના પાક માટે સીધો જ કરાર કરી શકશે. ખરીદનાર પર પાકના સારા ઉત્પાદન માટે જરૂરી સાધન-સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રહશે અને ખરીદનારે યોગ્ય કૃષિ મશીનરી અને ઉપકરણોની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ જરૂરી ટેકનીકલ માગદશન અને સલાહ પણ ઉપલબ્ધ કરાવવી પડશે.
સાંસદશ્રીએ કોંગ્રેસ શાસનમાં ખેડૂતોના થયેલ શોષણ વિશે વાત કરતા જણાવેલ હતુ કે, કોંગ્રેસના શાસનમાં વ્યાજ 18 ટકા હતુ જે આજે મોદી સરકારે 3 લાખ રૂા. સુધી 0 ટકા કરી આપ્યુ છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને બાજરાની લેવી દેવી પડતી હતી, બાજરો ન પાકેલ હોય તો પણ ખેડૂતોએ માકેટ માંથી લઈ લેવી ભરતા હતા અને કોંગ્રેસના શાસનમાં ગાંધીનગર ખાતે ખેડૂતો ઉપર થયેલ ગોળીબાર હજુ સુધી ખેડૂતો ભુલ્યા નથી. વષ ર009/10 માં કૃષિ બજેટ 1ર હજાર કરોડ રૂા. હતુ જયારે આજે કૃષિ બજેટ 1 લાખ 34 હજાર કરોડ છે.
કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પણ ખુદ કબુલ કરેલ હતુ કે, હું કેન્ માંથી એક રૂપીયો મોકલુ છું, જે ગામડે પહોચતા 1પ પૈસા થઈ જાય છે. જેની સામે નરેન્ભાઈના શાસનમાં 31 કરોડ લોકોના જન ધન યોજના અંતગત ખાતા ખોલી સહાય/રાહતના તમામ નાણાં સીધા જ લોકોના ખાતામાં નાખેલ છે જેનાથી વચેટીયા નાબુદ થયા છે. ઉપરાંત પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નીધિ યોજના અંતગત 9 કરોડ ખેડૂતોના ખાતામાં વાષિક 6000 રૂા. આપવાનું કાય મોદી સરકાર કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજિત 9ર હજાર કરોડ રૂા. ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવેલ છે. લોકડાઉનના સમયમાં પણ ર000 રૂા. ના હપ્તાનો સમય ન થયેલ હોવા છતા નરેન્ભાઈની સરકારે રૂા. 18 હજાર કરોડ રૂા. ફક્ત બે દિવસમાં ખેડૂતોના ખાતામાં જમાં કરી દીધેલ હતા. મોદી સરકારે શપથ ગ્રહણ કરતાની સાથે જ પ્રથમ તબકકામાં સ્વામીનાથન કમીટીએ નકકી કરેલ ન્યૂનતમ સપોટ પ્રાઈઝ  કરતા 1પ0 ટકા વધુ અને બીજા તબકકામાં ર00 ટકા વધારો કરેલ છે. મોદી સરકાર તરફથી શિષ્યવૃતિ હોય, વૃધ્ધ પેંશન હોય, ક્સિાન સન્માન નીધિ હોય, કૃષિ ઓજાર સબસીડી હોય, મનરેગા હોય, ગોડાઉનમાં સહાય થી લઈ તાર ફેસીંગ સુધીની તમામ યોજનાઓમાં (ડી.બી.ટી.) ડાયરેકટ બેનીફીટરી ટ્રન્સફર ારા લોકોના ખાતમાં સીધી જ સહાય જમા કરવામાં આવી રહી છે. માન. નરેન્ભાઈની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત હોવાને લીધે કોંગ્રેસ પક્ષને આંખમાં ખુચી રહયુ છે અને કોંગ્રેસ ફક્ત ખેડૂતોના મુદે પોતાના રાજનીતીક રોટલાઓ શેકી રહી છે. આમ, કૃષિ સુધાર બીલ થી દેશના કોઈપણ ખેડૂતોને નયા ભાર પણ નુકશાન થાય તેમ નથી. તેથી વિપક્ષ ારા ફેલાવવામાં આવી રહેલ આવી ખોટી ભ્રામક વાતોમાં ન આવવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સૌ ખેડૂત મિત્રોને નમ્ર અપીલ કરેલ છે.