કોંગ્રેસના પુર્વ કાર્યકારી અધ્યક્ષશ્રી હાર્દીકભાઇ પટેલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ  પહેરી ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્ટ્રની વિચારઘારા તેમજ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતાશ્રી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિથી પ્રેરાઇ જુદી જુદી રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો દેશ અને ગુજરાતની જનતાની સેવા કરવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે આજે તારીખ 02 જૂન 2022 ના રોજ ગાંઘીનદર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના પુર્વ કાર્યકારી અધ્યક્ષશ્રી હાર્દીકભાઇ પટેલ આજે મોટી સંખ્યમાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ અવચલદાસજી મહારાજનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ. પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી એમ.એસ.પટેલે શ્રી નૌતમ સ્વામીનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ, યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટે રામકુમારદાસજીનું સ્વાગત કર્યુ.આ કાર્યક્રમમાં પ્રદેશના સહપ્રવકતાશ્રી ડો.રૂત્વીજભાઇ પટેલે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબને ખેસ પહેરાવી સ્વાગત કર્યુ. ડો.પ્રશાંતભાઇ કોરાટે પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને ખેસ પહેરાવી સ્વાગત કર્ય.સાધુ-સંતોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પુર્વ કાર્યકારી અધ્યક્ષશ્રી હાર્દીકભાઇ પટેલને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે ખેસ પહેરાવ્યો તેમજ પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા.
આ કાર્યક્રમમાં સાધુ-સંતો સહિત રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી પ્રદિપસિંહ વાઘેલા,શ્રી વિનોદભાઇ ચાવડા,શ્રી રજનીભાઇ પટેલ,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી એમ.એસ.પટેલ,પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ શ્રી ભરતભાઇ ડાંગર,શ્રી ડો.રૂત્વીજ પટેલ,શ્રી હિતેન્દ્રભાઇ પટેલ,પ્રદેશ મીડિયાના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે,પ્રદેશ મીડિયા સહકન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખશ્રી હિતેષભાઇ પટેલ,પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટ, પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રદ્યુમનભાઇ વાંજા,પ્રદેશ રમતગમત સેલના સંયોજકશ્રી મનિષભાઇ પટેલ, પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનરશ્રી સિદ્ધાર્થભાઇ પટેલ,પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનરશ્રી મનનભાઇ દાણી, ભાજપના નેતાશ્રીઓ શ્રી તેજશ્રીબેન પટેલ, શ્રી ચૈત્નયશંભુ મહારાજ, શ્રી ચિરાગભાઇ પટેલ સહિતના પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા