કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટનું બોર્ડ બદલાયું, હવે સરદારનું બોર્ડ લાગ્યું

 

મહેસાણા,

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જતા મામલો ગરમાયો હતો. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપ બાદ ફરી એકવાર આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસના વિવાદ બાદ અમદાવાદ એરપોર્ટ પર બોર્ડ બદલવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં સ્વાગતનું બોર્ડને લઈને વિવાદ ચાલી રહૃાો હતો. બોર્ડ બદલતા કોંગ્રેસે આરોપ પ્રતિઆરોપ કર્યા હતા. પરંતુ અચાનક આજે સમાચાર મળી રહૃાા છે કે અમદાવાદ એરપોર્ટના બોર્ડનો વિવાદ બાદ હવે સરહાનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી અદાણીએ પોતાના બોર્ડ હટાવ્યા હતા, અને સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટમાં આપનું સ્વાગત છે તે સ્લોગન સાથે બોર્ડ લગાવી દૃીધું છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ અદાણીના હાથમાં આવ્યા બાદ સરદાર પટેલનું નામ બદલીને ‘અમદાવાદ એરપોર્ટમાં સ્વાગત છે એવું લખ્યું હતું. પરંતુ ભારે વાદવિવાદ થતાં નવા બોર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમા સ્વાગત લખ્યું છે. ગુજરાત અમદાવાદ એરપોર્ટના બોર્ડમાં થયેલા ફેરફારને લઈને સતાપક્ષ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મીડિયામાં અમદાવાદ એરપોર્ટ બહારના એવા હોર્ડિંગનો ફોટો શેર કર્યો હતો.

જેમાં લખાણ હતું કે, ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે. અમદાવાદ એરપોર્ટનું જેમના પરથી નામકરણ કરવામાં આવ્યું છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ જ નહીં હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચાએ વેગ પકડયો હતો. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એવી ટ્વિટ કરી હતી કે, ‘સરદાર પટેલના નામ પર ફક્ત રાજકારણ ખેલનારી ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રને ખુશ કરવા અમદાવાદ એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલનું નામ હટાવી અદાણી એરપોર્ટ કરી દૃીધું છે.