કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ગિરનાર રોપ-વેના ટિકિટ દર ઘટાડવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી

જૂનાગઢમાં ગિરનાર રોપવે શરૂ થતા જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ ખુશ છે. પણ ટિકિટના ભાવને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટિકિટનો દર ૭૫૦ રૂપિયા નક્કી કરવામા આવ્યો છે.
જોકે હાલમાં ૧૬ નવેમ્બર સુધી ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી પ્રવાસીઓએ ૬૦૦ રૂપિયા ચુકવવા પડી રહૃાા છે. જોકે આ રકમથી પણ લોકોમાં નારાજગી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી ટિકિટનો દર ઘટાડવા માગ કરી છે.
પત્રમાં લખ્યું છે કે, સામાન્ય અને મધ્યમ વર્ગ માટે કિકિટનો ભાવ ખૂબ વધારે છે. તેમણે કહૃાું કે, પાવાગઢથી ત્રણ ગણી ઉંચાઈ હોય તો ભાવ ત્રણ ગણો હોવો જોઈએ. એ રીતે જોવા જઈએ તો પાવાગઢની ટીકીટ ૮૦ હોય તો ગિરનાર રોપવેની ટિકિટ ૩૦૦ રૂપિયા જેટલી હોવી જોઈએ. આમ ગિરનાર રોપવેની ટિકિટ છ ગણી હોઈ કોંગ્રેસના ધારાસભ્યએ વિરોદ નોંધાવ્યો છે.
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર ૨.૩ કિ.મી. દૃૂર છે. આ અંતર રોપવેથી માત્ર ૭ મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર જતા ૪થી ૬ કલાક લાગે છે. ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપ-વેના રૂટ પર ૯ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં ૮ વ્યક્તિ બેસી શકશે. ૩૬ સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં ૮૦૦ શ્રદ્ધાળુઓ ૨૫ ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.