કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી માટેની મતગણતરી થઈ ગઈ ને ધારણા પ્રમાણે જ સોનિયા ગાંધીના આશિર્વાદ ધરાવતા મલ્લિકાર્જુન ખડગે જીતી ગયા. આ જીત સાથે ૨૪ વર્ષ પછી કૉંગ્રેસને ગાંધી-નહેરુ ખાનદાનની બહારના પ્રમુખ મળ્યા છે. ખડગે સોનિયાની મહેરબાનીથી પ્રમુખ તો બની ગયા પણ તેમના માટે હવે પછીનો રસ્તો સરળ નથી. તેમની સામે બહુ બધા પડકારો છે ને તેમાં ખડગે સામે સૌથી મોટો પડકાર સામૂહિક નેતાગીરી ઊભી કરવાનો છે. કૉંગ્રેસ પાસે અત્યારે એવો કોઈ મોટો નેતા નથી, જે પોતાના દમ પર મત મેળવી શકે, પોતાના કરિશ્માના જોરે મતદારોને કૉંગ્રેસ તરફ વાળીને ફરી બેઠી કરી શકે. કૉંગ્રેસીઓ ભલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લોકપ્રિય નેતા ગણાવે પણ બંનેનું પાણી મપાઈ ગયેલું છે. રાહુલ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ન જીતાડી શક્યા ને પ્રિયંકા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સાવ નિષ્ફળ સાબિત થયાં પછી સાબિત થઈ ગયું કે, કૉંગ્રેસ પાસે આખા દેશમાં પ્રભાવ ઊભો કરી શકે એવો કોઈ નેતા નથી.
કૉંગ્રેસ પાસે વાસ્તવમાં વરસોથી કોઈ નેતાગીરી જ ન વિકસી તેનું કારણ એ કે, નહેરુ-ગાંધી ખાનદાન સિવાયની બીજી કોઈ વ્યક્તિની નેતાગીરી કૉંગ્રેસમાં ઊભી ન થઈ. કૉંગ્રેસે આઝાદીનાં શરૂઆતનાં વરસો આઝાદીની લડાઈમાં ભજવેલા ભાગના નામે ચરી ખાધેલું. જવાહરલાલ નહેરૂ આઝાદીની લડતના મોટા નેતા હતા તેથી તેમણે ધીરેધીરે કૉંગ્રેસ પર કબજો કર્યો ને કૉંગ્રેસે લાંબો સમય સુધી તેમના કરિશ્મા પર રાજ કર્યું. ઈન્દિરા પાસે પણ એ કરિશ્મા હતો પણ આ કરિશ્મા ઈન્દિરા ગાંધી સાથે ખત્મ થઈ ગયેલો. ઈન્દિરાએ ૧૫ વર્ષ ને જવાહરલાલે ૧૭ વર્ષ રાજ કર્યું તેથી કૉંગ્રેસે ત્રણ દાયકા આ બંને નેતાના જોરે જ કાઢી નાંખ્યા પણ તેનું ખરાબ પરિણામ એ આવ્યું કે, જોરદાર નેતાગીરી ન ઊભી થઈ, સંગઠન પણ મજબૂત થવાના બદલે ખોખલું થતું ગયું.
સોનિયા ગાંધીએ ૧૯૯૦ના દાયકાના અંતમાં કૉંગ્રેસને ફરી બેઠી કરી એ કબૂલ પણ કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવીને જીતે એવી સ્થિતિ એ પણ ના કરી શક્યાં. કમનસીબે ફરી સત્તા મળી તેમાં કૉંગ્રેસીઓ સંતુષ્ટ થઈ ગયા.
સોનિયા ગાંધીએ ૧૯૯૦ના દાયકાના અંતમાં કૉંગ્રેસને ફરી બેઠી કરી એ કબૂલ પણ કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવીને જીતે એવી સ્થિતિ એ પણ ના કરી શક્યાં. કમનસીબે ફરી સત્તા મળી તેમાં કૉંગ્રેસીઓ સંતુષ્ટ થઈ ગયા.
તેમણે કૉંગ્રેસને મજબૂત કરવા કશું જ ન કર્યું પરિણામે કૉંગ્રેસની હાલત કથળતી ગઈ ને અત્યારે તો સ્થિતિ એ છે કે કૉંગ્રેસ પાસે એવા નેતા જ નથી કે જે પોતે પણ જીતી શકે. જે પણ મોટાં નામ છે એ બધા કાગળના વાઘ છે, કૉંગ્રેસને ફરી બેઠી કરવાની તેમનામાં તાકાત નથી.
આ સંજોગોમાં કૉંગ્રેસે ફરી બેઠા થવું હોય તો સામૂહિક નેતાગીરી ઊભી કરવી પડે. સામ્યવાદી પક્ષે વરસો સુધી એ રીતે પશ્ર્ચિમ બંગાળ, કેરળ વગેરે રાજ્યોમાં પોતાનો દબદબો જાળવ્યો હતો. કૉંગ્રેસે પણ એ રસ્તે ચાલીને સામૂહિક નેતાગીરી ઊભી કરવી જોઈએ. હજુય કૉંગ્રેસ પાસે રાજ્યકક્ષાએ એવા નેતા છે જ કે જેમનામાં ભાજપ સામે લડવાની ને જીતવાની પણ તાકાત છે. રાજસ્થાનમાં અશોક ગહલોત અને સચિન પાયલોટની જોડી, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને ટી.કે. સિંહદેવની જોડી અને મધ્ય પ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની જોડીએ વરસોથી જામેલા ભાજપને હરાવીને આ વાત સાબિત કરી જ છે.

દરેક રાજ્યમાં ચોક્કસ વિસ્તાર પર પ્રભાવ ધરાવતા અલગ અલગ નેતા એક થઈને લડે તો કૉંગ્રેસની તાકાત ઊભી થાય જ ને આ તાકાતના જોરે ભાજપને પણ હરાવી શકાય. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ૨૦૧૮ના ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસના કિસ્સામાં જ આ વાત સાબિત થઈ હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર હતી. કૉંગ્રેસના નેતા એક થઈને લડતાં ભાજપે ત્રણેય રાજ્યોમાં સત્તાથી હાથ ધોવા પડ્યા હતા. છત્તીસગઢ ને મધ્ય પ્રદેશમાં તો ભાજપ પંદર વર્ષથી સત્તામાં હતો ને આપણું નામુ નંખાઈ જશે એવી ભાજપને કલ્પના પણ નહોતી.
કૉંગ્રેસને પણ જીતની આશા નહોતી પણ નેતા એક થઈને લડ્યા તેમાં આ બંને રાજ્યોમાં ભાજપ હારી ગયેલો. મધ્ય પ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સામૂહિક નેતૃત્વમાં બધા એક થઈ ગયા તો ભાજપ પંદર વર્ષથી સત્તા પર હતો છતાં ફેંકાઈ ગયો હતો. છત્તીસગઢમાં તો ભાજપનું સાવ ધોવાણ થઈ ગયું હતું. છત્તીસગઢમાં ૯૦ બેઠકો હતી ને તેમાંથી ભાજપ ૨૦ બેઠકો પર પણ નહોતો પહોંચી શક્યો. રમણસિંહ છેક ૨૦૦૩થી જીતતા હતા પણ ભૂપેશ બધેલ અને કે.ટી. સિંહદેવની એકતાના કારણે એ પણ હારી ગયેલા.
કૉંગ્રેસે રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને આ જીત કોઈ એક નેતાની નહોતી પણ સચિન પાયલટ અને અશોક ગહલોતની સામૂહિક નેતાગીરીની જીત હતી. સચિન પાયલટ રાજસ્થાનમાં કૉંગ્રેસ પ્રમુખ હતા જ્યારે અશોક ગહલોત બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. બંનેએ એક થઈને ભાજપને કારમી હાર આપી હતી.

ખડગેએ દરેક રાજ્યમાં એવા નેતાઓને શોધી કાઢવા જોઈએ કે જે કૉંગ્રેસને જીતાડી શકે. કૉંગ્રેસ પાસે મોટા ભાગનાં રાજ્યોમાં આખા રાજ્યમાં કરિશ્મા ધરાવતા હોય એવા નેતા નથી તેથી રાજ્ય સ્તરે પણ સામૂહિક નેતાગીરી ઊભી કરવી પડે. અત્યારે પણ કેટલાંય રાજ્યો એવાં છે જ કે જ્યાં કૉંગ્રેસ મજબૂત છે, ભાજપને ટક્કર આપી શકે એવી સ્થિતિમાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગોઆ વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ સાવ પતી ગઈ નથી. સામૂહિક નેતાગીરીના જોરે ફરી બેઠી થઈ શકે તેમ જ છે. આ પૈકી મોટાભાગનાં રાજ્યોમાં કૉંગ્રેસે ભાજપના એકચક્રી શાસનના દિવસોમાં પણ સારો દેખાવ કર્યો જ છે તેથી બીજું કશું કરવાના બદલે સામૂહિક નેતાગીરી પર કામ કરવું જોઈએ.
ખડગે સામે બીજો પડકાર કૉંગ્રેસીઓને ભાગતા રોકવાનો છે. કૉંગ્રેસ ડૂબતું જહાજ છે એમ માનીને સંખ્યાબંધ આશાસ્પદ નેતા કૉંગ્રેસ છોડીને ભાગી ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ વગેરે આ કેટેગરીમાં આવે. કૉંગ્રેસ આ નેતાઓ ના સાચવી શકતી નથી એ તકલીફ છે ને ખડગેએ આ તકલીફ દૂર કરવી પડે.
ખડગે કરિશ્માપૂર્ણ નેતા નથી પણ તેમનામાં સમજ છે, સૌ તેમને માન આપે છે એ જોતાં આ કામ મુશ્કેલ છે પણ અશક્ય નથી.
ખડગે કરિશ્માપૂર્ણ નેતા નથી પણ તેમનામાં સમજ છે, સૌ તેમને માન આપે છે એ જોતાં આ કામ મુશ્કેલ છે પણ અશક્ય નથી.