કોંગ્રેસ સેવાદળે સ્કૂલ ફીનો નકલી રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કર્યો

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી છે. પરંતુ રાજ્યભરમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહૃાો છે. રાજકોટમાં આજે કોંગ્રેસ સેવાદળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ નકલી રૂપિયાની નોટો ઉડાડી હતી. તેમજ અધિકારીને બ્લેક્ધ ચેક આપી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ સેવાદળે સરકાર શિક્ષણ માફિયાઓને છાવરતી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સમયે કાર્યકરો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.
કોંગ્રેસ સેવાદળના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજતા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. હાઈકોર્ટની ટકોર બાદ પણ ખાનગી શાળા ફી ઉઘરાવતા વિરોધ કરવામાં આવ્યો હતો.