કોઇ કડી નહી અને માત્ર ચાર વર્ષના બાળકની મદદ લઇ શ્રી નિર્લિપ્ત રાયે કેવી રીતે શોધ્યો હવસખોરને ?

અમરેલી,આખા જિલ્લાને હચમચાવી દેનારા સાવરકુંડલાના બનાવમાં ગણત્રીના કલાકોમાં પોલીસ તંત્ર આરોપી સુધી પહોંચી ગયું હતુ પણ જેના નામથી જેની મુછે લીંબુ લટકતા હોય તે પણ થથરી ઉઠે તેવા અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયે એક બાળક પાસેથી સહજ રીતે કેવી રીતે માહીતી મળવી અને હવસખોર હરામીને પકડીે પાડયો તેની રસપ્રદ વિગતો બહાર આવી છે.
આ વિગતો જોઇએ તો સાવરકુંડલાના ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પાસે એક બાળકી અર્ધ બેભાન અવસ્થામાં પડી છે માહિતી મળતા પોલીસ ઇન્સપેકટર આર.આર.વસાવા ત્યાં પહોંચી ગયા બાળકીને જોતા ઇન્સ. વસાવાએ ગંભીરતા પારખી ગયા બાળકીની સ્થિતી ચાડી ખાઇ રહી હતી તે તેની સાથે કોઇ નરાધમે હેવાનીયત આચરી છે બાળકી કોણ હતી તે ક્યાં રહે છે તેની કોઇ જાણકારી ન હતી બાળકીને સારવાર માટે મોકલતા પહેલા ઇન્સ. વસાવાએ તેનો ફોટો પાડયો અને સોશ્યલ મિડીયા ઉપર વાયરલ કરી તેના વાલીની ભાડ મેળવવા પ્રયત્ન કર્યા.
હોસ્પિટલ બાળકીને લઇ પહોંચેલી બાળકીને તપાસતા ડોકટર પણ ચોંકી ગયા ત્રણ વર્ષની બાળકી સાથે આવુ કૃત્ય કરતા પહેલા રાક્ષસ પણ શરમાય તે પ્રકારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. તેના ગુપ્તાંગમાંથી લોહી વહી રહયુ હતુ અત્યંત ગંભીર અને ધ્રુણાસ્પદ બનાવ હતો પોલીસ ઇન્સ. વસાવાએ અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયને જાણ કરી તેઓ આ બનાવ સાંભળી ચોંકી ગયા અને તુરંત સાવરકુંડલા જવાના રવાના થયા હતા સાથે તેમણે એએસપી પ્રેમસુખ ડેલુ અને ક્રાઇમ બ્રાન્ચને પણ આવી જવાની સુચના આપી હતી.
આ દરમિયાન સોશ્યલ મિડીયામાં બાળકીનો ફોટો વાયરલ થતાં એક ગરીબ દંપતિ આંખમાં આંસુ સાથે પોલીસ સ્ટેશન આવ્યુ અને તેમણે પોલીસને કહયુ તમે જે બાળકીનો ફોટો મોકલ્યો તે અમારી દિકરીનો છે અને જનતા બાગ પાછળ નદી કિનારે ઝુપડુ બાંધી અને રહીએ છીએ મારી દિકરી અને ચાર વર્ષનો દિકરો છે અમે ચારેય ઝુપડામાં સુઇ ગયા હતા સવારે ઉઠી જોયુ તો દિકરી અમારી પાસે ન હતી એક ગરીબની દિકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન સાવરકુંડલા પહોંચેલા એસપી અને એએસપીએ એલસીબીના ઇન્સ. આર.કે. કરમટાની ટીમને કામે લગાડી હતી.
પોલીસ પાસે માહિતી આવી રહી હતી કે એક મોટરસાયકલ ઉપર આવેલી વ્યક્તિ બાળકીને લઇ ગઇ હતી આ અધ્ાુરી વિગત હતી છતા તે દિશામાં તપાસ કરવી જરૂરી હતી પોલીસ દ્વારા અનેક સીસીટીવી તપાસાયા પરંતુ બનાવમાં સમય દરમિયાન મોટર સાયકલ ઉપર કોઇ બાળકીને લઇ જતુ હોય તેવી કોઇ જ ઘટના પોલીસ સામે આવી નહી આમ પોલીસ સંખ્યાબંધ સ્થળે દિશાવીહીન બની કામ કરી હતી અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય માની રહયા હતા કે કોઇ એવી કડી મળી શકે તેમ છે જે આરોપી સુધી આપણને લઇ જશે નિર્લિપ્ત રાય દ્વારા બાળકીના મા બાપની અનેક વખત પુછપરછ કરી પણ તેવુ કહી રહયા હતા કે તેઓ સુઇ ગયા ત્યાર બાદ કોઇ તેમની દિકરીને લઇ ગયુ છે પોલીસ જ્યારે આ દંપતિની પુછપરછ કરતી હતી ત્યારે તેમનું ચાર વર્ષનું બાળક આંખમાં અનેક પ્રશ્ર્નો સાથે પોલીસ અધિકારીઓને જોઇ રહયુ હતુ.
નિર્લિપ્ત રાયને લાગ્યુ કે સંભવ છે કે આ બાળક કોઇ માહિતી તેમને આપી શકે તેમણે વ્યુહ રચના બદલી યુની ફોર્મ કાઢી સીવીલ ડ્રેસ પહેરી એએસપી પ્રેમસુખ ડેલુને પણ સીવીલ ડ્રેસ પહેરવાની સુચના આપી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીથી એક જ વર્ષ મોટો આ સગો ભાઇ હતો હવે ચાર વર્ષનું બાળક પોલીસને કેવી રીતે મદદરૂપ થાય તેવી તેને ખબર ન હતી આ બાળકના મનમાંથી પોલીસને ડર નીકળે અને મિત્રતા કેળવાય તે જરૂરી હતુ એસપીશ્રી રાયએ જોયુ કે બાળકના પગમાં ચંપલ સુધ્ધા ન હતા એસપીએ તુરંત પોતાના પોલીસ વાળાઓને કહયુ બાળક માટે તેના માપના નવા ચપ્પલ બિસ્કીટ ચોકલેટ અને આઇસક્રીમ લઇ આવો થોડો સમય તો બાળકને ચોકલેટ બિસ્કીટ આઇસક્રીમ આપી તે જેમ રમતો હતો તેમજ રમવા દીધો રીઢા આરોપીઓ સાથે પનારો પાડનાર પોલીસ માટે ચાર વર્ષના નિર્દોષ બાળકની પુછપરછ કરવી ઘણુ અઘરૂ કામ હતુ સંભાવના હતી કે આ બાળકે પોતાની બેનનું અપહરણ કરનારને જોયો હોય.બાળક સાથે મિત્રતા કેળવાય જતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ બહુ પ્રેમથી તેની સાથે વાત શરૂ કે તારી બેનને જે માણસ ઉપાડી ગયો તેને તે જોયો છે ? બાળકે માથુ હલાવી હા પાડી તરત જ બીજો સવાલ કર્યો કે માણસ કેવો હતો ? હવે ચાર વર્ષનું બાળક કોઇ વ્યક્તિનું વર્ણન કેવી રીતે આપી શકે તેવો પ્રશ્ન ઉભો થયો થોડી વાર વિચાર્યા પછી એસપીશ્રી રાયએ પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ વાળાઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને બાળક સામે ઉભા રાખ્યા પુછયુ પેલો માણસ કોના જેવો લાગતો હતો બાળકે ઓછી ઉંચાઇ વાળા પોલીસ કર્મી તરફ ઇશારો કર્યો એટલે પેલુ અનુમાન એવુ આવ્યુ કે અપહરણ કરનાર ઓછી ઉંચાઇ વાળો છે ત્યાર પછી બાળકને એ વ્યક્તિએ પહેરેલા કપડાના રંગ વીશે પુછયુ તો ફરી સવાલ ઉભો થયો કારણકે બાળક રંગ વિશે કાંઇજ કહી શકતો ન હતો એટલે શ્રી રાયએ ગુગલમાં કલર ખોલીન બાળકને રંગ બતાવતા પુછયુ કે તેનુ પેન્ટ અને શર્ટ કયા રંગના હતા તે બતાવ બાળકે જે રંગ પર હાથ મુક્યો તે પોલીસે નોંધી લીધા જ્યારે બાળકને પુછવામાં આવ્યુ કે પેલા માણસે માસ્ક પહેર્યુ હતુ ? બાળકે કહયુ તેણે ગમછો બાંધ્યો હતો રાયને આશ્ર્ચર્ય થયુ જ્યારે રાયએ બાળકીને લઇ જનાર કેવી મોટરસાયકલ ઉપર આવ્યો હતો તેવુ પુછયુ તો બાળકે કહયુકે મોટરસાયકલ નહી રીક્ષા હતી આમ આખી તપાસમાં નવો વણાંક આવ્યો સામાન્ય રીતે રીક્ષા લીલા રંગની હોય છે પરંતુ બાળકે રીક્ષા કાળા રંગની હોવાનું કહયુ હતુ ચાર વર્ષનું બાળક ખરેખર કંઇક જાણે છે અથવા તે કલ્પના કરીને જવાબ આપી રહયુ છે તે કહેવુ મુશ્કેલ હતુ જો કે આજ આધારે તપાસ કરવી જરૂરી હતી
નિર્લિપ્ત રાયએ સાવરકુંડલા પોલીસ અને એલસીબીને બાળકે આપેલા વર્ણન આધારે રીક્ષાવાળાને શોધવાની સુચના આપી 30 જેટલી રીક્ષાઓના ડ્રાઇવર અને રીક્ષાઓની તપાસ દરમિયાન સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસે રહેતો રીક્ષા ડ્રાઇવર રાજુ માંગરોળીયા બાળકે આપેલા વર્ણન પ્રમાણે મળતો આવતો હતો આથી ફોરેન્સીક અધિકારીઓને બોલાવી તેની રીક્ષાનું પરીક્ષણ કરવામાં આવતા અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં રીક્ષામાં લોહી અને વીર્યના ડાઘા મળી આવ્યા હતા આમ નક્કી થયુ કે આરોપી રાજુ માંગરોળીયા જ છે પોલીસ સ્ટેશને લાવી તેની પુછપરછ કરતા તે પોલીસનો સામનો લાંબો સમય કરી શકયો નહી અને તેણે જ બાળકી સાથે દુષ્કર્મ કર્યાની કબુલાત કરી હતી માનસીક રીતે વિકૃત રાજુની પત્નિ લાંબો સમયથી તેને છોડી જતી રહી છે આ અગાઉ પણ તેણે આ રીતે અનેક બાળકોને શિકાર બનાવ્યા હોવાની કબુલાત કરી છે આમ એક નાનકડા બાળકની માહિતી પોલીસને આરોપી સુધી લઇ ગઇ જ્યારે આ બાળકીનું રાજુએ અપહરણ કર્યુ ત્યારે અકસ્માતે તેનો ભાઇ જાગી ગયો હતો પણ તેને બીક લાગતા તેણે બુમો પણ ના પાડી અને કોઇને આ બનાવની જાણ પણ ન કરી આમ પોલીસ માટે પણ આ પહેલો અનુભવ હતો કે એક બાળકની પુછપરછ કેવી રીતે કરવી જોઇએ જો કે બીજી બાજુ હાલ ભોગ બનનાર બાળકીની હાલત ગંભીર છે અને તે અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.