કોઈને ફિલ્મ ક્વોલિટીની ચિંતા નથી ફક્ત બોક્સ ઓફિસ કલેક્શનનું મહત્વ : શેખર કપૂર

ત્રણ દાયકા પહેલા ’માસૂમ’ અને ’મિ. ઈન્ડિયા’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર વિશ્ર્વ વિખ્યાત નિર્દૃેશક શેખર કપૂરે બોક્સ ઓફિસ કલેક્શનના મહત્વને લઈને સોશિયલ મીડિયા પર વાત કરી હતી. આજકાલ ફિલ્મ સફળ છે કે નિષ્ળ તેની ગણતરી ફિલ્મે બોક્સ ઓફિસ કેટલા કરોડ રળ્યા છે તેની પર થાય છે. કોઈ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરે છે તો તેને હિટ માની લેવામાં આવે છે. શેખર કપૂરે કહૃાું હતું કે, ફિલ્મોના કન્ટેન્ટ વિશે કોઈ વાત નથી કરતુ. ઘણી ખરાબ ફિલ્મો પણ ચાલી જાય છે અને લોકો તેને સપોર્ટ પણ કરે છે અને ફિલ્મ મેકર ખોટી વાહવાહી લઈ જાય છે. શેખરે ટ્વીટર પર લખ્યું હતું કે, ફિલ્મો કરતાં બોક્સ ઓફિસનું મહત્વ વધી રહૃાું છે. ફિલ્મ સ્ટાર્સ માટે નહીં, પરંતુ ઓડિયન્સપણ તેને મહત્વ આપી રહૃાા છે. મને નથી યાદ આવતું કે, મેં મારી ફિલ્મ ’માસૂમ’ અને ’મિ. ઈન્ડિયા’ જેવી ફિલ્મોના પહેલા અઠવાડિયાનું કલેક્શન જોયું હોય કે પૂછ્યું હોય. આ ફિલ્મોને ૩૦ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ પણ ફિલ્મો જોવાઈ રહી છે. શેખર કપૂરના આ ટ્વીટ પર અનેક સોશિયલ મીડિયા યુઝર્સે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, બોક્સ ઓફિસ કલેક્શનને ફિલ્મોની સક્સેસ ફોર્મ્યુલા ગણવાના કારણે જ, આજે કન્ટેન્ટ પાછળ રહી ગયું છે અને તેના કારણે બોલિવૂડના ખરાબ દિવસ આવ્યા છે. યુનિક ફિલ્મો બનાવવા માટે ફેમસ શેખર કપૂરે બોલિવૂડમાં નિર્દૃેશક તરીકે ફિલ્મ ’માસૂમ’થી ડેબ્યૂ કર્યું છે. ત્યારબાદ, તેમણે ’મિ. ઈન્ડિયા’ અને ’બેન્ડિટ કવીન’ ફિલ્મ બનાવી હતી. તેમણે વર્ષ ૧૯૯૮માં બાયોગ્રાફિકલ પિરિયડ ડ્રામા ફિલ્મ ’એલિઝાબેથ’ બનાવી હતી અને આ ફિલ્મ વિવિધ ૭ કેટેગરી માટે ઓસ્કારમાં નોમિનેટ થઈ હતી. શેખરે સુશાંત સિંહ રાજપૂત સાથે બિગ બજેટ ફિલ્મ ’પાની’ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો પરંતુ સુશાંત સિંહના નિધન બાદ, આ પ્રોજેક્ટ અત્યારે અભરાઈએ ચઢી ગયો છે.