કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકો, તપાસ કરાવીશું

  • સુશાંતિંસહ રાજપૂત કેસ : સીએમ ઉદ્ધવ ઠાકરે બોલ્યા
  • બોલિવૂડ અભિનેતા સુશાંતિંસહ રાજપૂતના આપઘાત કેસમાં સીબીઆઈ તપાસની માગ વધારે તીવ્ર બનતી જાય

મુૂંબઈ,
દિવંગત અભિનેતા સુશાંતિંસહ રાજપૂતના મોત મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. સુશાંતિંસહ રાજપૂતના ચાહકો મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર વિવિધ સવાલો ઉઠાવી રહી છે, બીજી તરફ રાજકીય પાર્ટીઓ અને તેમના નેતાઓ શિવસેનાના વડપણ હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પાસેથી માંગણી કરી રહી છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. આ દરમિયાન શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહૃાુ છે કે, “મુંબઈ પોલીસ અક્ષમ નથી. જો કોઈની પાસે પુરાવા છે તે અમારી સમક્ષ મૂકો, અમે આરોપીઓની પૂછપરછ કરીશું અને દોષિતોને સજા આપીશું. આ મામલાને બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાધ ઊભો કરવાના બહાના તરીકે ન જુઓ.” ઉદ્ધવ ઠાકરેએ કહૃાું કે આ મામલે રાજનીતિ કરવી સૌથી ખરાબ કામ છે. ઠાકરેએ વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની એવું કહીને ટીકા કરી કે, તેઓ પાંચ વર્ષ સુધી સીએમ પદૃે રહૃાા પછી પણ મુંબઈ પોલીસની ક્ષમતા પર શંકા વ્યક્ત કરી. સીએમએ કહૃાુ કે, “રાજ્ય પોલીસ અને મુંબઈ પોલીસ કોવિડ ૧૯ મહામારી સામે લડી રહી છે. તેઓ કોરોના યોદ્ધા છે, તેમના પર ભરોશો ન કરવો એ તેમનું અપમાન છે. હું સુશાંતિંસહ રાજપૂતના તમામ ચાહકોને જણાવવા માંગું છું કે તેમણે મુંબઈ પોલીસ પર ભરોશો કરવો જોઈએ અને જે પણ જાણકારી તેમની પાસે છે (કેસ બાબતે) તે પોલીસને આપે બીજી તરફ આ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી છે. ઈડીએ શુક્રવારે અભિનેત્રી અને તેના પરિવાર સામે બિહાર પોલીસના પ્રાથમિક રિપોર્ટના આધારે મની લોન્ડ્રિંગને એક કેસ દાખલ કર્યો છે. બિહાર પોલીસના પ્રાથમિક રિપોર્ટમાં સુશાંતિંસહ રાજપૂતના પિતાએ રિયા અને તેના પરિવારના સભ્યો પર તેના પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે ૨૮ વર્ષીય અભિનેત્રીએ મૌન તોડતા કહૃાુ કે, ’સત્યમેવ જયતે’. અભિનેત્રીએ પોતાના વકીલોના માધ્યમથી એક વીડિયો જાહેર કરતા કહૃાુ કે, તેને ભગવાન અને કાયદા પર વિશ્વાસ છે. નોંધનીય છે કે રાજપૂતના મોત મામલે સીબીઆઈ તપાસની માંગ સતત વધી રહી છે. શુક્રવારે લોજપા નેતા અને કેન્દ્રીય મંત્રી રામ વિકાસ પાસવાને કહૃાુ કે, ફક્ત કેન્દ્રીય તપાસ એજન્સી જ આ મામલે ન્યાય અપાવી શકે છે.