કોઈ બીજા મને મારે, તે પહેલા હું ખુદ મરી જવા માગું છું: સુનિતા યાદવ

  • પ્રધાનમંત્રી મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી

    સુરત
    સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે ૫૫ મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહૃાું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી. તેણે વધુમાં કહૃાું કે, મારા પરિવાર માટે હું જ દૃુનિયા છું. તેથી મને તમારા લોકોના મદદની જરૂર છે. મને ટેન્શન થાય છે કે લોકો મને સમજી નથી રહૃાાં. મને સેલિબ્રિટી બનવાનો કોઈ શોખ નથી. મને બહાર નીકળવા નથી દૃેતા, હું ઘરમાં કેદ છું. મને કોઈનો ડર નથી. ન તો મંત્રી, ન તો મંત્રીના દીકરાનો. મારા પરિવારવાળાને પરેશાન કરવાનું બંધ કરો. મને ઈનામ નથી જોઈતું, મને શાંતિથી જીવવા દૃો. આજે મારી સાથે આખી દૃુનિયા નથી. હું પણ જીવવા માંગુ છું. સપોર્ટ તો દૃૂર, પણ લોકો મને પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહૃાાં છે.
    સુશાંતસિંહ અને પ્રિયંકા ચોપરાને ટાંકીને તેણે કહૃાું કે, સુશાંતિંસહના મર્યા બાદૃ લોકો વેલ્યુ કરી રહૃાાં છે. તેઓ જીવતા હતા ત્યારે કોઈએ પૂછ્યું નહિ. હું પોલીસ ઓફ ફ્રેન્ડ જવાનને આભાર માની રહી છું કે તેઓએ મારો સાથ આપ્યો. સુરત પોલીસે મારો સાથ ન આપ્યો. તે દિવસે તે જવાન મારી સાથે ન હોત મારી સાથે નિર્ભયાકાંડ થઈ શક્યો હોત. કંગના રનૌતમાં એકલી એ સિંહણ છે જે લોકોના મોઢા પર બોલી શકે છે. હું પ્રિયંકા ચોપરાની ફેન છું. ગંગાજલમાં તેમની જે ભૂમિકા હતી, તેવી હું બનવા માગું છું.
    તેણે કહૃાું કે, મને લોકોનો સપોર્ટ જોઈએ છે. કોઈ બીજા મને મારે, તે પહેલા હું ખુદ જ મરી જવા માગું છું. મારી વાત સિસ્ટમના ઉપરના લોકોને પહોંચાડો. મોદીજી, આર્મી ચીફ, એનસીસી કેડેટને મારી રિકવેસ્ટ છે કે, મારી મદદ કરો. મારો પરિવાર ચિંતિત છે કે, મને કોઈ નુકસાન ન થઈ જાય.