મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
હાલમાં ગોચરમાં સૂર્ય અને કેતુની યુતિ બની રહી છે જે જળતત્વની રાશિ વૃશ્ચિકમાં છે જેથી અત્રે લખેલું કે નેવીના અધિકારીઓ ચર્ચામાં આવે. સૂર્ય અને કેતુની યુતિની જેમ ખરાબ અસર છે તેમ તેની સારી અસર પણ જોવા મળે છે. મેં અગાઉ લખ્યું તેમ કોઈ યુતિ કે યોગ સંપૂર્ણ સારા કે ખરાબ નથી હોતા. સૂર્ય એ રાજા છે જયારે કેતુ મોક્ષના કારક છે આધ્યાત્મિક ગ્રહ છે. જયારે જન્મકુંડળીમાં સૂર્ય તેજ કરતો હોય ત્યારે કેતુ તેને કૈક એવું કામ સોંપે છે કે જેથી એ જાતકનું જીવન તે ધ્યેય તરફ વળી જાય છે અને આવા વખતે તે જાતકને કોઈ ગેબી મદદ મળતી જોવા મળે છે જેના આધારે તે પોતાના ક્ષેત્રમાં નવા આયામ સર કરતા જોવા મળે છે. જેમકે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કુંડળીમાં કન્યા રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ છે જે તેમને ચોક્કસ ધ્યેય માટે આગળ વધારી રહી છે આ જ રીતે સૂર્ય જયારે કેતુના નક્ષત્રમાં આવે છે ત્યારે પણ તે વ્યક્તિને વ્યક્તિ વિશેષ બનાવે છે અને તેની પાસે થી ઉચ્ચ કોટિના કાર્ય કરાવે છે. દાનવીર અને ઉદ્યોગપતિ રતન ટાટાની કુંડળીમાં સૂર્ય મહારાજ કેતુના નક્ષત્રમાં છે તો કૃષ્ણ પરમાત્મા પણ કેતુના નક્ષત્રના સૂર્ય મહારાજ ધરાવતા હતા. આમ હાલમાં ચાલી રહેલ સૂર્ય કેતુ યુતિ ભલે નકારાત્મક લાગે પણ તે વ્યક્તિ વિશેષ પાસેથી વિશિષ્ટ કાર્ય કરાવતી જોવા મળે છે.