કોઈ યુદ્ધ વિનાના દાયકાના પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ: ટ્રમ્પનું વિદાય ભાષણ

  • મારા દ્વારા શરુ કરવામાં આવેલા આંદોલનની બસ શરૂઆત છે

 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકાળના અંતિમ દિવસોમાં પોતાની કલંકિત વિરાસતને સુધારવાનો પ્રયત્ન કરતા બુધવારે સમય અનુસાર પોતાની સરકારની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે સાથે જ કહૃાું કે, આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની બસ શરૂઆત છે. એક ફેરવેલ વિડીયોમાં ટ્રમ્પે આગામી રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુભકામનાઓ આપી. ટ્રમ્પે કહૃાું કે, આ અઠવાડિયે આપણને નવી સરકાર મળશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રાખવામાં તેમને સફળતા મળે.”

ટ્રમ્પે વિડીયોમાં કહૃાું કે,  અમારી શુભકામનાઓ આપીએ છીએ અને અમે એ પણ ઇચ્છીએ છીએ કે તેમને ભાગ્યનો સાથ મળે.” ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં મતદાનમાં ગરબડના આરોપ લગાવનારા ટ્રમ્પે પોતાના આખા ભાષણમાં બાઇડેનનું નામ ના લીધું. તેમણે નવી સરકાર માટે, ‘આગામી સરકાર શબ્દૃનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના અનેક સમર્થકોનું માનવું છે કે ચૂંટણીમાં ગરબડ કરવામાં આવી છે. ટ્રમ્પે સંબોધનમાં રાષ્ટ્રપતિ કાર્યકાળને લોકોની એક જીત તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.

તેમણે પોતાના ભાષણ દરમિયાન ટોચની ઉપલબ્ધીઓના રૂપમાં મધ્ય-પૂર્વમાં સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયત્નો, કોરોના વાયરસ વેક્સિનેશન અને એક નવું અંતરિક્ષબળ બનાવવાનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે વિવાદોનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો જે છેલ્લા ૪ વર્ષથી સાચા ઠેરવવામાં આવી રહૃાા છે. ટ્રમ્પે કહૃાું કે,  તરીકે મારી સર્વોચ્ચ પ્રાથમિકતા, મારી નિરંતરતા, હંમેશા અમેરિકન શ્રમિકો અને અમેરિકન પરિવારોના સર્વોત્તમ હિત રહૃાા છે. મે એ રસ્તો નથી પકડ્યો જેમાં ઓછામાં ઓછી ટીકા મળે. મે મુશ્કેલ લડાઈઓ માટે સૌથી મુશ્કેલ વિકલ્પ અપનાવ્યો, કેમકે તમે મને એવું કરવા માટે ચૂંટ્યો હતો.”

ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કરતા એ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ બુધવાર બપોરે નવી સરકારને સત્તા સોંપશે, પરંતુ હું તમને જણાવવા ઇચ્છુ છું કે અમારા દ્વારા શરૂ કરવામાં આંદોલનની આ ફક્ત શરૂઆત છે. આવું કંઈ પણ નથી થયું.