અમરેલી,
સદીની મહાન કોકીલ કંઠીં અને ભારતીય ચલચીત્ર પટને પોતાના સ્વરથી તારી દેનાર સ્વરકીન્નરી અને લતાદીદી ના નામે જાણીતા ગાયીકા શ્રી લતા મંગેશકરના નિધનથી અમરેલી જિલ્લામાં પણ દેશભરની સાથે સાથે ઘેરો શોક છવાયો છે દેશભરની જેમ તેમના લાખો ચાહકો અહી પણ છે પણ એ ઉપરાંત અમરેલી જિલ્લાની સાથે લતાદીદીની અનોખી લેણાદેવી છે જેની બહુ ઓછા લોકોને જાણ છે.
લતાદીદીના અંગત મદદનીશ મહેશભાઇ રાઠોડ રાજુલાના મોરંગી ગામના વતની છે અને મોરંગીમાં જ સાઇ બાબાના મંદિરના નિર્માણ માટે લતાદીદીએ પોતે મુર્તિ તૈયાર કરવી મોકલી હતી અને જયારે જયાતે મહેશભાઇ મોરંગી આવે ત્યારે વિડીયો કોલેગથી આરતીનો લહાવો પણ લતાદીદી લેતા હતા 2019માં કોરોનાનું પહેલુ લોકડાઉન આવ્યું દરેક લોકો મુશ્કેલીમાં હતા ત્યારે ડૉ. ભરતભાઇ કાનાબારે તૈયાર કરેલ રાશનકીટ માટે 5000નો ચેક લતાદીદીએ મોકલ્યો હતો પણ આ તેની નિશાની હતી જેથી તેને વટાવવાને બદલે ડૉ. કાનાબારે તે સાચવી રાખ્યો છે ડૉ. કાનાબારે ચારેક વખત લતાદીદી સાથે મોબાઇલ ઉપર વાત પણ કરી છે.
આવી જ રીતે ટીવી એન્કરીંગના તર્જજ્ઞ અને ગુજરાતના સીનીયર રિર્પોટર અને ટીવી શો કરી હવે લેખનમાં હાથ અજમાવી રહેલા મહેન્દ્ર બગડાએ પણ લતાદીદી સાથે ઘણી વખત ચર્ચા કરી તેમની સાદગી,સરળતા અને વતન તથા સૈનિકોની પ્રત્યેની પ્રીતીને યાદ કરી તેને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જયારે અનેક ગુજરાતી ગીતોને પોતાને અવાજ આપી અમર કરવામાં સ્વરકીન્નરી લતાદીદીના અમુલ્ય અને અવિસ્મરણીય યોગદાનને યાદ કરી અને ગુજરાતી ચલચીત્રોના પીઢ અભિનેતા અને ભાજપ સમર્થક મંચના ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમડી માંજરીયાએ પણ શ્રધ્ધાસુમન અપર્ણ કર્યા હતા.અમરેલીના ભાગવાર્તાચાર્ય શ્રી શરદભાઇ દવે એ પણ સ્વ.લતાજીના પીએને ફોન કરી ટેલીફોનીક શ્રધ્ધાજલી પાઠવી હતી.