કોઠારીયા ચોકડી પાસે બાઇકે રોડ ક્રોસ કરતા પરિવારને લીધા અડફેટે, માતા-પિતા ઘવાયા, બાળકનું મોત

રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ઠોકરે લેતા બાળકનું મોત નિપજતાં પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. શહેરના કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડાભાઇ જીલરીયા (ઉ.વ.૫૩) તથા તેની પત્ની જયાબેન (ઉ.વ.૫૦) અને રોનક દિપકભાઇ કાનગડ (ઉ.વ.૭) આજે ઘર પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બાઇક ચાલકે ઠોકરે લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા રોનકનું મોત નિપજતા પોલીસે બાઇક સ્વાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની ક્લ્બ પર રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી રોકડ ૧.૧૪ લાખ મળી કુલ ૭.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી ૧૦ આરોપીની ધરપકડ કરી છે. જેતપુર તાલુકાના જેતલસર ગામની સીમમાં જુગારની ક્લ્બ ચાલતી હતી જેની ચોક્કસ બાતમી રૂરલ એલસીબી ટીમને મળતા પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી વાડી માલિક સાથે રાજકોટ અને જામનગરના ૧૦ જુગારીઓની ધરપકડ કરી તેની પાસેથી રોકડ ૧.૧૪ લાખ મળી કુલ ૭.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં બે દિવસમાં બીજી મોટી ક્લ્બ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા કરી રહી છે. રાજકોટ શહેરના પેડક રોડ પર ધારેશ્ર્વર સોસાયટીમાં રહેતા જયરાજિંસહ લખધીરસિંહ જાડેજા (ઉ.વ.૨૪) આયસર ટ્રકના પાછળના ભાગે બેસીને આવતો હતો ત્યારે કોઠારીયા અને ખોખડદળ ગામ વચ્ચે ચાલુ ટ્રક પરથી નીચે પટકાતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે પણ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.