કોડીનાર – ગીરગઢડા પંથકમાથી 18 લાખની વિજ ચોરી ઝડપાઈ

અમરેલી ,અમરેલી તેમજ કોડીનાર, ગીરગઢડા તાલુકામા વધારે વિજલોસ ધરાવતા ફીડરોમાથી વિજ ચોરી ઝડપી લેવા છેલ્લા 3 દિવસ થી ગુજરાત ઉર્જા વિકાસ નીગમની વિજીલન્સની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
જેમા આજ સવારથી કોડીનાર તથા ગીરગઢડા તાલુકાના ગામોમાં ચેકીંગ હાથ ધરી રૂપીયા 18. 50 લાખની વિજ ચોરી ઝડપાય હતી.અમરેલી વિજ વરતુળ કચેરી હેઠળના વધારે વિજલોસ ધરાવતા ફીડરોમાંથી વિજ ચોરી ઝડપીલેવા આજ સવારથી કોડીનાર, ગીરગઢડા તાલુકામાં વિજ ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમાં 784 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા જેમાથી 121 કેસમાં ગેર રીતી ઝડપાતા રૂપીયા 18.50 લાખના બીલ બનાવવામાં આવ્યા હયા.