કોણ છે આ વકીલ? કે જેમને જજ બનાવવા સુપ્રીમ કોર્ટે ફરી ભલામણ કરી, જાણો તેમના વિશે…

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પોતાની સમલૈંગિક ઓળખને ખુલ્લેઆમ સ્વીકારનાર વરિષ્ઠ વકિલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમવાની ૧૧ નવેમ્બર ૨૦૨૧ની પોતાની ભલામણનું પુનરાવર્તન કર્યું છે. કોલેજિયમે કેન્દ્રની એ દલીલને ફગાવી છે કે ભારતમાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવામાં આવી છે. જોકે સમલૈંગિક લગ્નને હાલ પણ માન્યતા નથી. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળા કોલિજિયમે કહૃાું કે હાઈકોર્ટેના ન્યાયાધીશ તરીકે સૌરભ કૃપાલની નિમણૂંકનો પ્રસ્તાવ પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. જેની પર ઝડપથી નિર્ણય લેવામાં આવી શકે છે. કોલેજિયમમાં ન્યાયમૂર્તિ એસ.કે કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અંગે કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે સૈરભ કૃપાલની નિમણૂંક માટે ૧૧ નવેમ્બર ૨૦૨૧ની પોતાની ભલામણનું પુનરાવર્તન કર્યું છે. જેની પર ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૩ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ દિલ્હી હાઈકોર્ટેની કોલેજિયમ દ્વારા સર્વસમ્મતિથી કરવામાં આવેલી ભલામણ અને ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા આ ભલામણ પર ફરીથી વિચાર માટે ૨૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ પરત મોકલવામાં આવી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે સૌરભ કૃપાલની પાસે ક્ષમતા, સત્યાનિષ્ઠા છે અને તેમની નિમણૂંથી હાઈકોર્ટની બેન્ચમાં વિવિધતા આવશે. શું પૂર્વ ઝ્રત્નૈં બી.એન.કૃપાલના પુત્ર છે સૌરભ?.. તમને જણાવી દઈએ કે સૌરભ, દૃેશના પૂર્વ ચીફ જસ્ટિસ બી.એન.કૃપાલના પુત્ર છે. કોલેજિયમે નિવેદનમાં કૃપાલના યૌન રુઝાન વિશે તેમના દ્વારા કરવામાં આવેલી વાતની પ્રશંસા કરી છે. તેમણે કહૃાું કે આ શ્રેય કૃપાલને જાય છે, તેઓ પોતાના યૌન રુઝાનને છુપાવતા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના ૧૧ એપ્રિલ ૨૦૧૯ અને ૧૮ માર્ચ ૨૦૨૧ના લેટર પરથી એ તથ્ય પર આવી શકાય કે કોર્ટના કોલેજિયમ દ્વારા ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ સૈરભ કૃપાલના નામને લઈને કરવામાં આવેલી ભલામણ પર બે વાંધાઓ આવ્યા છે. પ્રથમ સૌરભ કૃપાલનો સાથી સ્વિત્ઝરલેન્ડનો નાગરિક છે અને બીજી એ વાત કે તે ધનિષ્ઠ સંબંધમાં છે અને પોતાના યૌન રુઝાનને ખુલ્લેઆમ સ્વીકારે છે. આ અંગેના વાંધાને લઈને કોલેજિયમે કહૃાું કે રોના પત્રોમાં કૃપાલના સાથીના વ્યક્તિગત આચરણ કે વ્યવહારના સંબંધમાં એવી કોઈ પણ શક્યતા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યુ નથી, જેની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડે છે. બીજા વાંધા અંગે કોલેજિયમે કહૃાું કે અહીં ધ્યાન આપવાની જરૂરિયાત છે કે સુપ્રીમ કોર્ટની બેન્ચના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ યૌન રુઝાનના આધારે પોતાનું વ્યક્તિત્વ બનાવી રાખવા માટે હકદાર છે.