કોમી અશાંતી ઉભી કરનાર સામે આકરા પગલા : શ્રી હિમકરસિંહ

અમરેલી,હાલમાં સૌશ્યલ મીડીયામાં અને તેના કારણે એકબીજાના વ્યવહારમાં ઉભી થઇ રહેલી સ્થિતિને કારણે પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું છે અમરેલી,રાજુલામાં એકબીજાની લાગણી દુભાય તેવા પ્રયાસો કરનારને લોકઅપમાં ધકેેલી દેવાયા છે અને અમરેલી જિલ્લામાં કોમી અશાંતી ઉભી કરનાર સામે આકરા પગલા લેવાની ચેતવણી અમરેલીના એસપીશ્રી હિમકરસિંહ એ આપી છે.તેમણે જણાવેલ છે કે, અમરેલી જિલ્લામાં લોકોના ધંધા રોજગાર ધબકતા રહે તેના માટે જરુરી શાંતી જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલાઓ લેવામાં આવશે તેના ભાગરૂપે અમરેલી, રાજુલામાં લોકોની લાગણી દુભાય અને કોમ કોમ વચ્ચે વૈમનશ્ય ઉભુ થાય તેવા પ્રયાસો કરનારા સામે એક જ દિવસમાં બે ગુના દાખલ કરાયા છે અને બીજા દિવસે પણ રાજુલામાં બનેલા ત્રીજા બનાવમાં પોલીસને કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી છે જાહેર શાંતીનો ભંગ કરનારા સામે તમામ પ્રકારના આકરા કાનુતી પગલા લેવામાં આવશે માટે લોકો સૌશ્યલ મીડીયામાં અને વ્યવહારમાં સમજી વિચારી પગલા તે તે સૌના માટે હિતાવહ છે તેમ એસપીશ્રી હિમકરસિંહે અંતમાં જણાવેલ છે.