કોરાના બાદ દેશમાં કાવાસાકી રોગનો ખતરો, દિલ્હીમાં દેખાવા લાગી અસર

 • બાળકોના શરીર પર ચાંદા અને સોજા જોવા મળ્યા

  પાટનગર નવી દિલ્હીના રહેવાસીઓ કોરોનાનો વિકરાળ સપાટો સહન કરી રહૃાા છે ત્યાં હવે નવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર એેકસો સાતથી વધુ કેસ કોરોનાના થઇ ચૂક્યા છે અને દિવસે દિવસે હજુ કેસ વધી રહૃાા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૩,૫૭૧ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા થોડા મહિનાથી એક નવો ચેપ (સંક્રમણ) દૃેખાવાનો શરૂ થઇ ગયો હતો.
  હૉસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં કોરોનાગ્રસ્ત બાળકોના શરીરમાં ચકતાં જેવા આકાર તથા સોજા જોવા મળ્યા હતા. આ અંગે પૂછતાછ કરતાં ડૉક્ટરોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કાવાસાકી નામનો નવો ચેપ દૃેખા દઇ રહૃાો હતો.
  કાવાસાકી શી રીતે ફેલાતો થયો છે એ ડૉક્ટરો કહી શક્યા નહોતા. નવજાતથી માંડીને પાંચ વર્ષનાં બાળકોને આ ચેપ લાગી રહૃાો હતો જેના પગલે તાવ આવવા ઉપરાંત શરીર પર ચકતાં-ચાંદાઅને અંગોમાં તેમજ રક્તવાહિનીઓમાં સોજા ચડી રહેલા જોવા મળ્યા હતા. આવું કયા કારણે થઇ રહૃાું હતું એ ડૉક્ટરો સમજાવી શક્યા નહોતા.
  છેલ્લા થોડા માસથી આ સંક્રમણ નિયમિત રૂપે બાળકોના વોર્ડમાં દૃેખાયું હતું. પાટનગર નવી દિલ્હીની મોટા ભાગની હૉસ્પિટલોમાં બાળકોના વોર્ડમાં આ તકલીફ ડૉક્ટરોના ધ્યાનમાં આવી હતી. આમ થવાનું કારણ સમજી શકાયું નહોતું.
  આ ચેપની અસર ધરાવતાં બાળકોમાં તાવ, શરીર પર ચાંદા અને રક્તવાહિનીમાં સોજા ઉપરાંત જઠર અને આંતરડાં પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી એેમ પોતાની ઓળખ છૂપાવીને એક ડૉક્ટરે કહૃાું હતું. આ બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.