કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, તમામ રેકોર્ડ, ત્રીજી વખત નવા કેસ ૪ લાખને પાર

  • ગોવામાં પોઝિટિવિટી દર ૪૧ ટકા, બંગાળમાં એક દિવસમાં ૧૧૭ અને મહારાષ્ટ્રમાં ૮૫૩ મોત

 

કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહૃાા છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૪,૪૩૩ નવા કેસ સામે આવ્યા હતા અને ૩,૯૨૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો ૪.૧૪ લાખને પાર કરી ગયો હોય તેવું પહેલી વખત બન્યું છે. જ્યારે ત્રીજી વખત દેશમાં કોરોનાના નવા કેસએ ૪ લાખનો આંકડો પાર કર્યો છે.

અગાઉ બુધવારે દેશમાં કોરોનાના ૪,૧૨,૬૧૮ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૩૦ એપ્રિલના રોજ ૪,૦૨,૩૫૧ નવા કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તૈયારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જો ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થશે તો સરકાર પાસે તેમની સારવાર માટે શું પ્લાન છે તેવો સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું હતું કે, જો બાળકો સંક્રમિત થશે તો શું માતા-પિતા હોસ્પિટલમાં રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શું નવા ગ્રેજ્યુએટ ડોક્ટર અને નર્સને ત્રીજી લહેર દરમિયાન સેવામાં લઈ શકાય તેવો સવાલ પણ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૬૨,૧૯૪ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોનાનો મૃતકઆંક પણ િંચતાજનક બન્યો છે. પ્રદેશમાં એક જ દિવસમાં ૮૫૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજધાની મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩,૦૫૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૬૯ લોકો મૃત્યુ પામ્યા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભારે ગંભીર પરિણામો બહાર આવી રહૃાા છે અને બેફામ ગતિથી સાથે વાઈરસ ફેલાઈ રહૃાો છે અને દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહૃાા છે. છેલ્લા ૨૪ કલાકમાં બંગાળમાં ૧૧૭ લોકોના મૃત્યુ થઈ ગયા છે.

બંગાળમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહૃાા છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિબંધાત્મક આદેશો લગાવી દીધા છે પરંતુ રાજ્યમાં કોરોના ફેલાવવાની પાછળ માત્ર અને માત્ર રાજકીય પક્ષો જવાબદાર રહૃાા છે.

હિમાચલ પ્રદેશમાં પણ દરરોજ ભારે પતિ સાથે નવા કેસ બહાર આવી રહૃાા છે અને આજથી સમગ્ર રાજ્યમાં કોરોના કર્યુનો અમલ શરૂ થઇ ગયો છે અને માસ્ક નહિ પહેરવા બદલ મોટી રકમ ના દૃંડ કરવામાં આવી રહૃાા છે.