કોરોનાએ માઝા મૂકી: ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૫,૯૪૮ પોઝિટિવ કેસ,૪૬૫ના મોત

ન્યુ દિૃલ્હી,ભારતમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. દૃરરોજ કોરોનાનાં દૃર્દૃીઓની સંખ્યા સરેરાશ ૧૫ હજાર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં રેકૉર્ડતોડ ૧૫ હજાર ૯૪૮ નવા કેસ સામે આવી રહૃાા છે અને એક દિૃવસમાં ૪૬૫ લોકોનાં મોત થયા છે. આવામાં પ્રશ્ર્ન ઉઠી રહૃાો છે કે અચાનક એવું શું થયું કે કોરોનાનાં આટલા બધા કેસ આવવા લાગ્યા છે. કોરોનાનાં કેસમાં થઈ રહેલા વધારાનું મોટું કારણ ટેસ્ટિંગમાં ઝડપને માનવામાં આવી રહૃાું છે. દૃેશમાં કોવિડ-૧૯ દૃર્દૃીઓની સંખ્યા ૪,૫૦,૦૦૦ ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪,૫૬,૧૮૩ છે.
અત્યાર સુધીમાં ૨,૫૮,૬૮૫ લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં ૧૪,૪૭૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એકમાત્ર રાહત એ છે કે રિકવરી દૃર પણ વધી રહૃાો છે. કોરોનામાં રિકવરી દૃર ૫૬.૭૦% છે. તે પહેલાના ૨૩ જૂને સવારે આશરે ૫૬.૩૭% હતો.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રેકૉર્ડબ્રેક ૨.૧૫ લાખ ટેસ્ટ દૃેશમાં કરવામાં આવ્યા છે. ભારતમાં હવે કોરોના વાયરસનાં ટેસ્ટિંગ માટે કુલ ૧ હજાર લેબ થઈ ગઈ છે. દૃેશમાં હવે ૭૩૦ સરકારી અને ૨૭૦ પ્રાઇવેટ લેબ છે. આઇસીએમઆર પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૨,૧૫,૧૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા. આમાં આરટી-પીસીઆર, એન્ટીજન ટેસ્ટ તમામ પ્રકારનાં ટેસ્ટ સામેલ છે.
દૃેશમાં ૫૦૦થી વધુ મોત વાળા રાજ્યમાં ગુજરાતમાં મોતની ટકાવારી સૌથી વધારે ૬.૦૨% છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા ગુજરાત કરતા છ ગણી છે, પરંતુ તે બીજા નંબરે છે. આ મોતની ટકાવારી ૪.૭૦% છે. ૪.૨૮%ના મૃત્યુદૃર સાથે મધ્યપ્રદૃેશ ત્રીજા નંબરે છે.
દિૃલ્હીમાં એક દિૃવસમાં સૌથી વધારે ૩૯૪૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજધાનીમાં અત્યાર સુધી ૬૬ હજારથી વધારે સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રમાં ૩,૨૧૪ નવા દૃર્દૃી સામે આવ્યા છે, અહીંયા ૨૪૮ લોકોના મોત થયા છે. દૃેશમાં કોરોનાનો રિકવરી રેટ ૬ ટકાથી વધીને ૫૬.૩૮ ટકા થઈ ગયો છે.
આ પહેલા ૨૩ જૂનનાં જ્યારે ૧,૮૭,૨૨૩ લોકોનાં કોરોના ટેસ્ટ થયા હતા, ત્યારે ૧૪૯૩૩ નવા કેસ સામે આવ્યા હતા. ૨૧ જૂનનાં દૃેશભરમાં ૧,૯૦,૭૩૦ લોકોનું ટેસ્ટિંગ થયું, ત્યારબાદૃ ૧૫ હજારથી વધારે નવા કેસ આવ્યા. ૨૦ જૂનનાં કુલ ૧ લાખ ૮૯ હજાર ૮૬૯ લોકોનું ટેસ્ટિંગ થયું હતુ. આઇસીએમઆર પ્રમાણે દૃેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં ૭૩ લાખ, ૫૨ હજાર, ૯૧૧ ટેસ્ટિંગ થયા છે.
ટેસ્ટિંગનાં મામલે ભારત દૃુનિયાનો ચોથા નંબરનો દૃેશ છે. જ્યારે અમેરિકા, રશિયા અને યૂકેમાં જ ભારતથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જો કે પ્રતિ મિલિયનનાં આધાર પર ભારત ટેસ્ટિંગમાં ઘણું પાછળ ચાલી રહૃાું છે. આઇસીએમઆરનું આગામી લક્ષ્ય દૃરરોજ ૩ લાખ ટેસ્ટ કરવાનું છે.