કોરોનાએ ૩ મહિનાનો રેકોર્ડ તોડ્યો, ૨૪ કલાકમાં ૨૮ હજારથી વધુ લોકો સંક્રમિત

  • મોતના આંકડામાં ઉછાળો, ૨૪ કલાકમાં ૧૮૮ લોકોના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૨૮,૯૦૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧૮૮ લોકોએ એક જ દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જે રીતે કોરોના વાયરસના કેસ ડબલ થઈ રહૃાા છે તેની સામે રોજ નોંધાતા મૃત્યુની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહૃાો છે. પાછલા મહિને એક સમય એવો આવ્યો હતો કે મૃત્યુઆંક ૧૦૦ની અંદર પહોંચી ગયા હતા. જ્યારે હવે આ આંકડો ૨૦૦ની નજીક પહોંચી રહૃાો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઈ ગઈ છે. જ્યારે ૧,૫૯,૦૪૪ લોકોના કોરોના વાયરસના કારણે દેશમાં મોત થઈ ગયા છે. પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૯,૦૦૦ જેટલા નવા નોંધાયેલા કેસની સામે ૧૭,૭૪૧ દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થનારા દર્દીઓની સંખ્યા કરતા નવા પોઝિટિવ કેસની સંખ્યા વધવાથી એક્ટિવ કેસનો આંકડો પણ મોટો થઈ રહૃાો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨,૩૪,૪૦૬ પર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા ૧,૧૦,૪૫,૨૮૪ થઈ ગઈ છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે આપવામાં આવતા રસીના ડોઝની કુલ સંખ્યા ૩,૫૦,૬૪,૫૩૬ થઈ ગઈ છે. આઇસીએમઆર મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી મંગળવારે ૯,૬૯,૦૨૧ લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.